ગરવી તાકાત,નવી દિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત અર્થવ્યવસ્થાના મોરચા પર મોદી સરકારની ટીકા કરતા રહે છે આજે પણ અર્થવ્યવસ્થાના ઉપર તેમણે પોતાની વીડિયો સીરીજના બીજા ભાગને જારી કર્યું તેમાં તેમણે કેન્દ્ર સરકારને નોટબંધીના મુદ્દા પર ઘેરી અને તેને ગરીબોની વિરૂધ્ધ નિર્ણય ગણાવ્યો રાહુલે કહ્યું કે નોટબંધીથી ફકત અમીરોને લાભ મળ્યો છે,
નોટબંધી હિન્દુસ્તાનના ગરીબ ખેડુત,મજુર પર આક્રમણ હતું આઠ નવેમ્બરની રાતે આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500-1000 ની નોટ બંધકરી દીધી ત્યારબાદ સમગ્ર દેશની સામે જઇ ઉભા થઇ ગયા તેમણે પુછયુ કે શું તેનાથી કાળુ નાણું ખતમ થયું શું ? લોકોને તેનાથી લાભ થયો ? બંન્ને જ જવાબ નથી, રાહુલે આરોપ લગાવ્યો કે નોટબંધીથી ફકત અમીરોને લાભ મળ્યો.

રાહુલ ગાંધીએ વીડિયો જારી કરતા ટ્‌વીટ કર્યું મોદીજી કૈશ મુકત ભારત હકીકત મજદુર કિસાન નાના વ્યાપારી મુકત ભારત છે જે પાસુ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ફેંકવામાં આવ્યું હતું તેનું એક ભયાનક પરિણામ 31  ઓગષ્ટ 2020 ના રોજ સામે આવ્યું જીડીપીમાં ઘટાડા ઉપરાંત નોટબંધીએ દેશની અસંગઠિત અર્થવ્યવસ્થાને કેવી રીતે તોડી તે જાણવા માટે મારો વીડિયો જાેવો.

રાહુલ ગાંધીએ કહ્યું કે 2016-18 ની વચ્ચે 50 લાખ લોકોની નોકરી ગઇ તો ફાયદો કોને મળ્યો ફાયદો ભારતના સૌથી મોટા અરબપતિઓને મળ્યો કેવી રીતે તમારા જે પૈસા હતાં તમારા ખિસ્સાથી તમારા ધરોમાંથી નિકાળી તેનો પ્રયોગ સરકારે તે લોકોના દેવા માફ કરવામાં કર્યો. 50  મોટા ઉદ્યોગપતિઓના 68.607 કરોડનું દેવું માફ કરવામાં આવ્યું ખેડુત મજુર નાના દુકાનદારોના દેવાનો એક રૂપિયા માફ કરવામાં આવ્યો નથી.

Contribute Your Support by Sharing this News: