ધ કપિલ શર્મા શો હાલમાં ટીઆરપીમાં ટાપ પર છે. આ કહેવામાં કોઈ શક નથી કે કપિલ શર્માએ પોતાના કમબેકને જોરદાર બનાવી દીધુ છે. કપિલના શોની સફળતાનો શ્રેય માત્ર કપિલને નથી જતો. આ વખતે ભલે તેની સાથે સુનીલ ગ્રોવર ન હોય પરંતુ કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ સાથે કીકુ શારદા અને બાકીના કામેડિયને મળીને આ શોને દર્શકો માટે મસ્ટ વાચ બનાવી દીધો છે. સલમાન ખાનનું નામ નિર્માતા તરીકે કપિલ સાથે જોડાવુ તેમના માટે લકી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે ટીવીના ઘણા સુપર સ્ટાર્સના મુકાબલે ટીવીના ટાપ ૭ કામેડિયન એવા છે કે જે મહિનામાં લાખો કરોડોની કમાણી કરે છે. કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક સાથે એવા ઘણા કામેડિયન છે કે જે ટીવી પર તો સુપરહિટ છે. તેનીસાથે કમાણીના મામલે પણ આ બધા કામેડિયને પોતાની જગ્યા ટાપ પર બનાવી દીધી છે. તમને જણાવી દઈએ કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકના કારણે જ ટીવી પર કામેડીને એક અલગ સ્થાન મળ્યુ છે. ભારતી સિંહે પણ મહિલા તરીકે કામેડિયન પોતાની અલગ અને ખાસ ઓળખ બનાવી છે. ચાલો જોઈએ આખુ લિસ્ટ…
કપિલ શર્માના દરેક એપિસોડની કમાણી લગભગ ૨૦થી ૩૦ લાખ હોય છે. તેના લાઈવ શોની કમાણી કરોડોમાં હોય છે. કૃષ્ણા અભિષેક એક એપિસોડ માટે ૩૫ લાખની કમાણી કરે છે.ભારતી એક દિવસના ૨૮ લાખ ચાર્જ કરે છે. તેના લાઈવ શોની કમાણી તેમાથી વધુ હોય છે.
સુનીલ ગ્રોવર દરેક એપિસોડના ૧૮ લાખ ચાર્જ કરે છે. તેના લાઈવ શોની કિંમત લગભગ ૩૦થી ૫૦ લાખ વચ્ચે છે. કીકુ શારદા ૧૦થી ૧૫ લાખ દરેક એપિસોડના ચાર્જ કરે છે.સંકેત ભોસલે દરેક એપિસોડ માટે લગભગ ૯થી ૧૫ લાખ ચાર્જ કરે છે. અલી અસગર દરેક દિવસના ૧૦થી ૧૨ લાખ રૂપિયા કમાય છે.
આભાર – નિહારીકા રવિયા

બીજા સાથે સમાચાર શેર કરો.