ગોપાળપુરામાં ઠપકો આપતા માર માર્યો
પાલનપુર તાલુકાના ગોપાળપુરા ગામે રહેતા અલ્કાબેન પટણીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે કંકુબેન પટણી, છનાભાઈ પટણી અને કાન્તીભાઈ પટણી સામે ફરીયાદ નોંધાવી છે કે અલ્કાબેન કચરો વાળતા હતા ત્યારે કંકુબેને કચરો વેરણ છેરણ કરી નાંખતા ઠપકો આપતા આ ત્રણેય જણાએ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવી છે. જે આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર-દિયોદરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
પાલનપુરમાં ગઠામણ પેટ્રોલપંપની નજીક જુગાર રમાતો હોવાની માહીતી આધારે પોલીસે રેડ કરતા મહેન્દ્રભાઈ ઠાકોર નામનો શખ્સ જુગાર રમતા રૂ.ર૧૬૦ રોકડ રકમ અને જુગાર સાહીત્ય સાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજા એક બનાવમાં દિયોદરના રામદેવપીર મંદિર પાસે જુગાર રમતા જગદીશભાઈ મકવાણા (રહે.મીઠા,તા.ભાભર), હિતેશભાઈ શ્રીમાળી, દિનેશભાઈ પરમાર અને મેરૂભાઈ પરમાર (રહે.દિયોદર) વાળાને જુગાર રમતા ઝડપી લઈ તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિયોદરમાં ટ્રેક્ટર રીવર્સ લેતા આધેડને ટક્કર વાગતા મોત
દિયોદર ખીમાણા રોડ પર બનેલા આ બનાવની વિગત એવી છે કે વનરાજજી ઠાકોર (રહે.થરા) વાળાના પિતા ઉભેલ હતા તે વખતે દશાજી ઠાકોર નામનો કાંકરેજના રાણકપુર ગામનો ઈસમ ટ્રેક્ટર લઈ આવી રીવર્સ લેતો હતો ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન રીવર્સ લેતા જતા વનરાજજીના પિતા અડફેટે આવી જતા તેમના શરીર પર ચડાવી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મોત થયુ હોવાની ફરીયાદ વનરાજજીએ દિયોદર પોલીસ મથકે નોંધાવતા પોલીસે તેમની ફરીયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ડીસા અને થરામાંથી બે મોટર સાયકલની ચોરી
બનાસકાંઠામાં મોટર સાયકલની ચોરીઓના બનાવોમાં પણ વધારો થવા પામ્યો છે. ડીસાના રામપુરા ગામના ખેડૂત ડાઉજી જાટનું મોટર સાયકલ ડીસા સ્પોર્ટ ક્લબ પાસેથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જતા તેઓએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે બીજા એક બનાવમાં થરા પોલીસ મથક વિસ્તારમાં અનિલકુમાર નાયક કે જેઓ દિયોદરના રૈયા ગામના રહેવાસી છે. તેમનું મોટર સાયકલ થરા રેફરલ હોÂસ્પટલ આગળથી ચોરાતા તેઓએ પણ આ બાબતે થરા પોલીસ મથકે બાઈક ચોરીની ફરીયાદ નોંધાવી છે.

થરાદ પાસે ડાલાનું ટાયર ફાટતા એકનું મોત
થરાદ વાવ રોડ પર ગોકુળ ગામના પાટીયા પાસે બનેલા આ બનાવમાં એક પીકઅપ ડાલાના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડાલુ પલ્ટી ખાઈ જતા ડાલામાં સવાર દોલતપુરી ગૌસ્વામી (રહે.કાપરાઉ,તા.ચૌટણ,રાજસ્થાન) હાલ રહે.શીવનગર,તા.થરાદ વાળાને શરીરે ગંભીર ઈજાઓ થતા ડાલાનો ચાલક માદેવાભાઈ ચૌધરી (રહે.ટડાવ) વાળો ડાલુ મુકી ભાગી ગયો હોવાની ફરીયાદ ભગવાનભાઈ પટેલ (રહે.ઢેરીયાણા,તા.વાવ) વાળાએ નોંધાવી છે. આથી પોલીસે તેમની ફરીયાદ લઈ તપાસ હાથ ધરી છે.

ટેટોડામાં તમાકુનો પાક લઈ જઈ પૈસા ન ચૂકવ્યા
ડીસા તાલુકાના ટેટોડામાં તમાકુનો પાક રૂ.૬.૩ લાખનો ભરી ગયા બાદ તેના નાણાં ખેડૂતને ન ચૂકવી છેતરપીંડી કરાઈ હોવાની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાઈ છે. તેમાં ગોવિંદભાઈ પટેલ (રહે.ટેટોડા) વાળાએ અલ્કેશ પટેલ તથા વિજયભાઈ (રહે.સીમરણા,તા.પેટલાદ,જી.ખેડા) વાળા સામે ફરીયાદ નોંધાવી છે કે આ ઈસમોએ ફરીયાદી ગોવિંદભાઈને વિશ્વાસમાં લઈ તમાકુની ૪૦૩ બોરીઓ રૂ.૬.૩ લાખની લઈ જઈ વાયદા મુજબ પેમેન્ટ ના ચુકવી ઠગાઈ આચરી હોવાની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બુરાલમાં અદાવતમાં જાનથી મારી નાંખવાની ધમકી
ડીસા તાલુકાના બુરાલ ગામે રહેતા જલભુસિંગ સોલંકીએ તેમના જ ગામના વિનાજી સોલંકી, દેવાજી સોલંકી, ભમરસિંગ સોલંકી, બચુજી સોલંકી, ભગવાનજી સોલંકી, વિરચંદજી સોલંકી, જેઠુભા સોલંકી, ઉદુભા સોલંકી સામે નોંધાવેલ ફરીયાદ અનુસાર આ ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી બુરાલ ગામની સીમમાં આવી જલભુસિંગ તેમની ગાડી લઈ દવાખાને જતા હતા તે વખતે આવીને જુની અદાવતને લઈ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તથા ગાડીને નુકશાન કર્યુ હોવાની ફરીયાદ નોંધાવા પામી છે.

થરાદના વેદલામાં માર મારતા ફરીયાદ 
થરાદના વેદલા ગામે રહેતા જેમલભાઈ બ્રાહ્મણ, અભેરામ બ્રાહ્મણ, દેવસીભાઈ બ્રાહ્મણ,
આભાર – નિહારીકા રવિયા  ગણપતભાઈ બ્રાહ્મણના ખેતરમાંથી વેદલા ગામના કુવરાભાઈ રબારીની પાણીની પાઈપ લાઈન પસાર થતી હોઈ તે પાઈપ લાઈન આ ઈસમોએ કાપી નાંખતા કુવરાભાઈએ પાણીની પાઈપ કેમ કાપી તેમ કહેતા આ ઈસમોએ કહેલ કે પાઈપો અમારા ખેતરમાંથી પસાર થાય છે તેથી અમે કાપી દીધી કહી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી પાઈપોને રૂ.ર હજારનું નુકશાન કર્યાની ફરીયાદ થરાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.