બીજા સાથે સમાચાર શેર કરો.

દુબઇથી આવેલ શંકાસ્પદ વ્યક્તિ સારવાર હેઠળ છે : કલેકટર સંદીપ સાગલે

કોરોના વાઇરસ સંદર્ભે બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, દુબઇથી આવેલ એક વ્યક્તિ શંકાસ્પદ હોઇ પાલનપુર સીવીલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લઇ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દુબઇથી આવેલ શંકાસ્પદ વ્યક્તિને પાલનપુર સીવીલના આઇસોલેશન વોર્ડમાં બનાસ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પીટલના ર્ડાકટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.  બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી એડવાઇઝરી પ્રમાણે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું છે. તેમણે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી. કલેકટરની મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, સીવીલ સર્જન, નોડલ ઓફિસર ડો. એન.કે.ગર્ગ, ર્ડા. પાનસુરીયા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

તસ્વીર અહેવાલ: જયંતી મેતીયા પાલનપુર 


બીજા સાથે સમાચાર શેર કરો.