કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા ચકચાર

ગમ્યું તો આગળ શેર કરો.

કોરોનાના કહેરને પગલે લોકડાઉન વચ્ચે પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા કુંભાસણ ગામનું રાજકારણ ગરમાયું છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના સરપંચ ધીરજભાઈ ચમનલાલ મોદી વિરુદ્ધ ગ્રામ પંચાયતના સદસ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી છે. ગ્રામ પંચાયતના સાતેક સભ્યોની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે. જેમાં સરપંચ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી વહીવટ કરી ભ્રષ્ટાચાર આચરવા સહિતના ૯ મુદ્દા ઓને લઈને સરપંચ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્તથી કુંભાસણ ગામમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અગાઉ આ સભ્યોએ સામૂહિક રાજીનામાં આપ્યા હતા. પરંતુ જેનો કોઈ નિર્ણય ન થતા આ દરખાસ્ત લાવવાની ફરજ પડી હોવાનું પણ બાગી સદસ્યોએ જણાવ્યું હતું. ત્યારે બાગી સભ્યોના તેવર જોતા સરપંચ ઘર ભેગા થશે કે ઘીના ઠામમાં ઘી ઢળશે તે જોવું રહ્યું..!

ગમ્યું તો આગળ શેર કરો.