કાશ્મીરમાં 3 ભાજપ કાર્યકર્તાની ગોળી મારી હત્યા, કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નથી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગઈ કાલે કાશ્મીરના કુલગામ વિસ્તારમાં અલગાવવાદીઓએ ત્રણ ભાજપના ત્રણ કાર્યકર્તાઓને ગોળી મારી હત્યા કરી નાખી હતી. જેમાં આ કુલગામ વિસ્તારના ભાજપના ત્રણ કાર્યકર્તાઓની કાર ઉપર અચાનક હુમલો કરી ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ ત્રણેને હોસ્પીટલમાં સારવાર માટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યા તેમનુ મોત થઈ ગયુ હતુ. પોલીસ આ ઘટનાને આંતકી હુમલો જણાવી રહી છે. 

આ હુમલામાં મોત થયા બાદ જમ્મુ એન્ડ કશ્મીર ભાજપે આ હુમલાની નીંદા કરી હતી. ત્યાર બાદ  નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ હતુ. જેમાં તેમને કહ્યુ હતુ કે  હું અમારા 3 યુવાન કાર્યકર્તાઓની હત્યાની નિંદા કરું છું. તેઓ જ્મ્મુ કશ્મીરમાં ઉત્તમ કાર્ય કરતા તેજસ્વી યુવાનો હતા. તેમના પરિવારે સાથે આ દુખના સમયમાં મારી સંવેદના તેમની સાથે છે.

જણાવી દઈયે કે આ હુમલામાં મોત થનારા 3 કાર્યકર્તામાં (1) ફિદા હુસેન કુલગામ જીલ્લાના યુવા મોર્ચાના જનરલ સેક્રેટરી હતા.(2) ઉમેર રાશીદી બૈગ જે કુલગામ જીલ્લાના યુવા મોર્ચાના એક્ઝીક્યુટીવ મેમ્બર હતા(3) ઉમર હુશેન યુવા મોર્ચાના સેક્રેટરી હતા. તેમના મોતને લઈ ભાજપમાં આ હુમલાને આંતકી હુમલા સાથે જોડી રહી છે. આ ત્રણે કાર્યકર્તાના મોત બાદ જેએન્ડકે પોલીસ એ હુમલા ખોરોની શોધખોળ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

કાશ્મીરમાં 370 ની કલમ હટ્યા બાદ લાંબા સમય સુધી અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ટરનેટ પણ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યુ હતુ. બાદમા 100 દિવસ બાદ ટુ જીની સ્પીડે ઈન્ટરનેટ શરૂ કરવામાં આવ્યુ હતુ. જ્યારથી કશ્મીરમાં તેમને સ્પેશયલ દરજ્જો પાંછો ખેંચવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધી 9 બીજેપી કાર્યકર્તાની હત્યા થઈ ચુકી છે. જેમાં 8 જુલાઈ ના રોજ બાંદીપુરમાં શેખ વસીમ બારી, તેમના ભાઈ અને તેમના પીતાની હત્યા થઈ હતી. 5 ઓગસ્ટના રોજ આરીફ એહેમદની હત્યા થઈ હતી. 6 ઓગસ્ટના રોજ સજ્જાદ એહમદ તથા 9 ઓગસ્ટના રોજ અબ્દુલ હમીદ નામના કાર્યકર્તાની હત્યા થઈ ગઈ હતી. 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.