FILE PHOTO
ગરવી તાકાત
મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે ભારત સરકારના રેલ્વે વિભાગ તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી પાલનપુર સ્ટેટ હાઇવે થી ભરતનગર સોસાયટીના રસ્તાને જોડવા માટે અને ઉંઝા શહેરના અંદરની ટ્રાફીકની સમષ્યાને હલ કરવા માટે ઓવરબ્રીજનુ બનાવવામાં આવ્યો છે જેથી શહેરના વાહન ચાલકોને અને સામાન્ય નાગરીકોને અવર જવરમાં સુવીધા મળી રહે. આ બ્રીજનુ કામકાઝ તો ઘણા સમયથી પુર્ણ થઈ ગયેલ છે અને બ્રીજ ઉપર વાહનોની અવર-જવર પણ શરૂ કરી દેવામાં આવી હતી.પરંતુ કોરોના વાઈરસનુ ભારતમાં પ્રવેશ થતા તેના લોકાર્પણનના કાર્યક્રમને પોસ્ટપોન કરી દેવામાં આવ્યુ હતુ. 

આ પણ વાંચો – ભાવનગર તંત્ર દ્વારા શહેરના વિસ્તારમાં 7  હજાર ચો.મી. જમીન ઉપર દબાણ દુર કરાયા

પરંતુ આજે આ ઓવરબ્રીજનુ લોકાર્પણ ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના હસ્તકે કરવામાં આવ્યુ હતુ, આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉંઝા ધારાસભ્ય આશાબેન પટેલ,એ.પી.એમ.સી.ના ચેરમેન અને નગરપાલીકાના પ્રમુખે પણ હાજરી આપી હતી.
Contribute Your Support by Sharing this News: