નિર્ભયા કાંડ / આખરે નિર્ભયા કેસમાં દોષિતોની ફાંસીને લઈને આવ્યાં સૌથી મોટા સમાચાર, કોર્ટે લીધો આ નિર્ણય

ગમ્યું તો આગળ શેર કરો.
નિર્ભયા કેસમાં મોટા સમાચાર પટિયાલા કોર્ટે ચારેય ગુનેગારોની ફાંસી પર સ્ટે આપ્યો છે. આગામી આદેશ સુધી તેમને ફાંસી નહીં આપવામાં આવે. વિનયની અરજી હજું પેન્ડિંગ હોવાથી કોર્ટે લીધો આ નિર્ણય લીધો છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓને ક્યારે ફાંસી થશે. નિર્ભયનાની માતા ફાંસી પર સ્ટે ને કારણે દુઃખી થઈ ગઈ હતી.

  • તિહાર જેલમાં ડમીને ફાંસી અપાઈ
  • પવનની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી
  • વિનયની દયા અરજી હજુ પેન્ડિંગ છે.

સુપ્રીમ કોર્ટે પવનની પિટીશન ફગાવી દીધી: નિર્ભયાનાં આરોપીની 1 ફેબ્રુઆરીમાં રોજ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે તેમાં સ્ટે મુકવામાં આવ્યો છે. નિર્ભયાના ગુનેગાર પવનની પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવની દલીલ હતી કે તે ઘટના સમયે સગીર હતો. જોકે પટિયાલા કોર્ટે તે દલીલ પુરાવાનાં આધારે ફગાવી દીધી હતી. જેને તેણે હાઈકોર્ટમાં પડકારી હતી. જેમાં હાઈકોર્ટે તેને નકલી દસ્તાવેજો રજુ કરવા બદલ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ તેની સગીર હોવાની દલીલને ફગાવી દીધી હતો. આ આદેશને તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

તિહાર જેલમાં ડમીને ફાંસી અપાઈ: 1 ફેબ્રુઆરીએ નિર્ભયાનાં ગુનેગારોને ફાંસી આપવાનું નક્કી કરાયું છે. ત્યારે ગુનેગારો બચવા માટે મળતિયા પ્રયાસો કરી રહ્યાં છે. એક તરફ વિનયની દયા અરજી પેન્ડિંગ છે તો બીજી તરફ તિહાર જેલમાં જલ્લાદ આજે પહોંચી ગયો હતો. એટલું જ નહી તેણે ગુનેગારોનાં ડમીને ફાંસી પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની  ક્યૂરેટીવ પિટીશન અને દયા અરજીની સમય મર્યાદા નક્કી કરવાની વાત માની: સુપ્રીમ કોર્ટમાં મોતની સજાનાં મામલે પીડિત અને સમાજ કેન્દ્રિત દિશા – નિર્દેશ બનાવા કેન્દ્ર દ્વારા એક પિટીશન દાખલ કરવામાં આવી હતી. આ પિટીશન પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે આ પિટીશન પર ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ છે. કેન્દ્રએ 22 જાન્યુઆરીએ પિટીશન દાખલ કરી દલીલ કરી હતી કે વર્તમાન દિશા- નિર્દેશ ફક્ત ગુનેગારો અન આરોપીઓ કેન્દ્રીત છે.કેન્દ્રએ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજી માટે એક સમય નક્કી કરવા આગ્રહ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સહ ગુનેગારની કાર્યવાહીમાં મોડુ થવું એ એ ગુનેગાર પર અમાનવીય પ્રભાવ પાડવા જેવું છે જેણે કાયદાનાં તમામ પાસા અજમાવી લીધા છે. એક ગુનેગારની અરજી પેન્ડિંગ હોય એટલે તમામ આરોપીની ફાંસીની સજા પર સ્ટે આવે છે.
જેલે કહ્યું 3ને ફાંસી આપી શકાય એકની જ અરજી પેન્ડિંગ છે: નિર્ભયાનાં ગુનેગાર વિનયે દયા અરજી કરી હતી. જેને પગલે ગુનેગારોનાં વકીલોએ પટિયાલા હાઉસ કોર્ટમાં ફાંસી પર સ્ટે માંગ્યો હતો. જ્યારે તિહાર જેલનાં વકીલે ઈરફાન અહમદે ગુનેગારોનાં વકીલે દલીલ કરી હતી કે, એક જ ગુનેગારની અરજી પેન્ડિંગ છે બાકી 3ને ફાંસી આપી દો. જોકે ગુનેગારોનાં વકીલ એપી સિંહે દલીલ કરી હતી કે , એક ગુનેગારની અરજી પેન્ડિંગ છે અને બધાને એક સાથે સજા પડી છે તો ડેથ વોરન્ટ પર અનિશ્ચિતકાળ માટે સ્ટે મુકો. બાકીનાને ફાંસી ન આપી શકાય. જોકે કોર્ટે જેલની દલીલ માન્ય રાખી નહોતી.
ગમ્યું તો આગળ શેર કરો.