સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી વિનયની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મેડિકલ રિપોર્ટ પ્રમાણે દોષી વિનયની માનસિક સ્થિતિ પણ સારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નવા મેડિકલ રિપોર્ટ પ્રમાણે વિનયની શારીરિક સ્થિતિ સારી હોવાની સાથે સાથે તેની માનસિક સ્થિતિ પણ ઘણી સારી છે.

ટ્રાયલ કોર્ટે નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તા માટે ગુરુવારે વકીલની નિમણૂક કરી છે. જોકે પવને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) દ્વારા આપવામાં આવેલા વકીલની સેવા લેવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે આ વિશે કોર્ટ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે, પવન તેની લીગલ પ્રક્રિયામાં વાર કરી રહ્યો છે. મુકેશ, અક્ષય, વિનય તેમના દરેક કાયદાકીય વિકલ્પ વાપરી ચૂક્યા છે. માત્ર પવન જ એવો છે કે તેની પાસે હજી ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજીનો વિકલ્પ બાકી છે.

પવને કોર્ટમાં કહ્યું છે કે, તેણે તેના જૂના વકીલ રદ કરી દીધા છે અને નવા વકીલની પસંદગી કરવા માટે તેને સમયની જરૂર છે. કોર્ટે નિર્ભયાના પરિવારજનો અને દિલ્હી સરકારની તે અરજી પર સુનાવણી કરી હતી જેમાં દોષિતોને ફાંસી માટે નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે હવે કોર્ટ સુનાવણી કરશે.

Contribute Your Support by Sharing this News: