દીકરાની પેનલની હાર સાથે જ નારણ લલ્લુના ઊંઝા યાર્ડ પરના શાસનનો અંત ઊંઝા માર્કેટ યાર્ડ પર 13 વર્ષ નારણ લલ્લુ અને 8 વર્ષ ગૌરાંગ પટેલ ચેરમેન રહ્યા 21 વર્ષ પિતા-પુત્ર અને ત્યારબાદ નારણ લલ્લુના સમર્થકોએ યાર્ડ પર કબજો રાખ્યો ખેડૂત અને વેપારી પેનલ પર વિકાસ પેનલે કબજો જમાવ્યો

ગરવીતાકાત ઊંઝા: એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ પર છેલ્લા 33 વર્ષથી ચાલતા એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ઊંઝા ધારાસભ્ય ડો. આશા પટેલ સર્મથિત વિકાસ પેનલે ખેડૂત અને વેપારી એમ બંને પર કબજો જમાવ્યો છે. નારણ લલ્લુના છેલ્લા 1986થી ચાલતા શાસન પર વિરામ મૂકાયું હતું. વિકાસ પેનલના દિનેશ પટેલે વેપારી અને ખેડૂત એ બંને જગ્યાએ જીત મેળવી હતી. પોતે ધારાસભ્ય રહ્યા તેવા સમયે પણ તેમણે માર્કેટ યાર્ડની ધૂરા પોતાના હાથમાં રાખી હતી. જ્યારે તેમનો સિતારો ચાંદ પર હતો ત્યારે પુત્ર ગૌરાંગને ઊંઝા યાર્ડના ચેરમેન બનાવીને પોતાનું શાસન જાળવી રાખ્યું હતું. ઊંઝા યાર્ડ પર ક્યારેય ન આથમનાર સૂરજ કહેવાતા નારણ લલ્લુ પટેલનું રાજ પત્તાના મહેલની માફક ધરાશાયી થયું હતું. ઊંઝા માર્કેટ યાર્ડ પર 13 વર્ષ નારણ લલ્લુ અને 8 વર્ષ તેમના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન રહ્યા હતા. જ્યારે નારણ લલ્લુના સમર્થકોએ 11 વર્ષ સુધી યાર્ડ પર કબજો રાખ્યો હતો. સૂત્રોની જાણકારી મુજબ નારણ કાકાનું રાજકારણ ગુજરાતના ઊંચા ગજાના રાજકારણીએ પતાવ્યું છે. તેમની ચાલથી ડો. આશા પટેલે ભાજપમાં એન્ટ્રી કરી હતી. તેમની એન્ટ્રી સાથે જ નારણ લલ્લુની યાર્ડ પરનો એકાધિકાર પૂરો થવાની ધારણાઓ સાચી પડી છે.

ઊંઝા યાર્ડ: 23 ઓક્ટોબર 1953 (1954 – 55)માં સ્થપાયેલા ખેતઉત્પાદનોના ખરીદ-વેચાણ માટે ઊંઝા માર્કેટ યાર્ડની સ્થાપના કરાઈ હતી. 1939ના બોમ્બે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ એક્ટ અંતર્ગત તેની સ્થાપના કરાઈ હતી. જેમાં ઊંઝાના 26 ગામડાઓ માટે તેને પ્રમુખ માર્કેટમાં આવરી લેવાયા હતા. ઊંઝા યાર્ડ 300 કિમીના ઘેરામાં આવતા વિસ્તારોમાંથી જેમાં રાજસ્થાનના ખેડૂતો પણ પોતાના ઉત્પાદનોના વેચાણ માટે આવે છે.

જીરા માટે દુનિયાભરમાં જાણીતું, અન્ય ઉત્પાદનની પણ ખરીદી-વેચાણ: ઊંઝા જીરાના ખરીદ-વેચાણ માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં 27 ખેત ઉત્પાદનોનું ખરીદવેચાણ કરવામાં આવે છે તેમાં તે પ્રમુખ છે. ઉપરાંત ઈસબગુલ, વરયાણી, સરસાવ, રાયડો, તલ, મગફળી, અસાળીયો, રાજગરો, મગ, અડદ, ચણા, તૂવેર, ગુવાર, ઘઉં, જુવાર, કપાસ, ફળ અને શાકભાજી, સહિતનું ખરીદ વેચાણ થાય છે. અહીં 800 બિઝનેશ ગ્રૂપ છે. જે ભારત અને વિશ્વના 1500 સેન્ટરોમાં જીરું. વરીયાળી, તૈલીબિયાં, ઈસબગુલનું વેચાણ કરે છે.

Contribute Your Support by Sharing this News: