ખનીજ ચોરોના કારણે નદીમાં નવ યુવાન ગરકાવ થયો
ગરવીતાકાત,ઇડર: ઇડર તાલુકામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે જેને લઈ કુકડીયા ગૌવાવ નદીમાં મોટા ખાડા પડવાને કારણે કુકડીયા ગામનો નવ યુવાન પોતાના કપડા ઉતારી નદીપર મૂકી પાણીમાં નાહવા ઉતરેલ અને અચાનક પાણીમાં ઊંડા ખાડામાં ગરકાવ થઈજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચીજવા પામ્યો હતો બનાવને લઈ ઇડર પ્રશાશન, ઇડર ફાયર વિભાગ અને પોલીસ ગટના સ્થળે પહોંચી હતી ઇડર ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી બનાવને લઈ લોકોના ટોળે ટોળા નદીપર ઉમટી પડયા હતા અને જુવાન જ્યોત યુવાન ડૂબી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચીજવા પામી હતી.
તસ્વીર અહેવાલ પ્રફૂલ બારોટ ઇડર
બીજા સાથે સમાચાર શેર કરો.