બનાસકાંઠા જિલ્લા ના સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉજવાયી

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૧)

સુઇગામ ના ઉચોસણ ગામ મેં  જય ભોલેનાથ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન કરવા માં આવ્યુ જેમાં આજુ બાજુ ના વિસ્તારમાં થી આવતા ક્રિકેટ જગત ના રસિકો દ્વારા આ ભવ્ય આયો જન માં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ ની અંદર કુલ ટિમો 150 રમી હતી .જે ફાઈનલ માં પહોંચે તેને ઇનામ પેટે 20000 અને જે શરૂ બેટીંગ કરે તે ને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજન કરનાર રોહિત સ્પોર્ટ ભાભર તેમજ પેથાજી ઠાકોર અને રમેશ ભાઈ જોશી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની અંદર કોમેન્ટ્રી ની ફરજ બજાવતા  એવા નામ ચિન્હ  એમીન ઘાંચી અને હિતેશ..સુથાર દ્વારા કોમેન્ટ્રી કરી હતી અને સેવા પૂરી

પાડનાર નવીન ચૌધરી નું સન્માન કરવામાં માં આયુ હતું ટુર્નામેન્ટની અંદર ફાઈનલ મેચ હલકુડીયાઅને મોરવાડા પહોંચી હતી. તેમાં ફાઈનલ વિજેતા હલકુડીયા થયું હતું અને raner ship મોરવાડા થયું હતું . હલકુડીયા ટિમ ને ટ્રોફી અને રોકડ રકમ આપીને સન્માનિત કરી હતી. જો આવું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું રહે તો યુવાવર્ગને ખેલ જગત ની અંદર આગળ વધવાની પ્રેરણા મળતી રહે.

તસવીર અહેવાલ નવીન ચૌધરી સુઇગામ

ગમ્યું તો આગળ શેર કરો.