ઈરાદા ફાઉન્ડેશન દ્વારા માસ્ક,સેનિટાઈઝર,વિટામિન કીટનુ વિતરણ, કાંકરેજ

કાંકરેજ તાલુકામાં કોરોના વાયરસ સામે લોકોને રાત દિવસ મદદરૂપ બનતું ઈરાદા ફાઉન્ડેશન ની કામગીરી ને લોકો વખાણી રહ્યા છે ઈરાદા ફાઉન્ડેશન દ્વારા કોરોના વાયરસ સામે જરૂરિયાત લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ આરોગ્ય સચવાય તેવી દવાઓ નું વિતરણ કરવામાં આવે છે આજે કાંકરેજ તાલુકાના ખોડા રતનગઢ અને થરા વાદી વિસ્તારમાં ઈરાદા ફાઉન્ડેશન દ્વારા લોકોને સેનિટાઈઝર સાથે માસ્ક અને વિટામિન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કીટ વિતરણમા હાજર ઈરાદા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મિહિર શુક્લાએ જણાવ્યું કે 5000 માસ્ક સનિટાઈઝર અને વિટામિન કીટ નું વિતરણ લક્ષ અમો નક્કી કરી વિતરણ ચાલુ કર્યું છે.આ સાથે ગામના આગેવાનો અને સેવાભાવી લોકોને સાથે રાખી અમો જરુર વાળા લોકો ને કીટનું વિતરણ કરી રહ્યા છીએ. ખોડા અને રતનગઢ ગામ ના લોકો ઈરાદા ફાઉન્ડેશન ની ખુબ સારી કામગીરી ને વખાણી રહ્યા છે અને સમગ્ર ટીમને અભિનંદન આપી રહ્યા છે. ઇરાદા ફાઉન્ડેશન વિધવા બહેનો તેમજ નિરાધાર લોકો ને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની નવ પ્રકારની અલગ અલગ સામગ્રી તૈયાર કરી 16કીલો ની કીટનું પણ વિતરણ થતું નજરે કોરોના વાયરસની મહામારી સામે દેખાઈ રહ્યું છે . ઈરાદા ફાઉન્ડેશનની કામગીરીને કાંકરેજ તાલુકાના ધારાસભ્ય  કિર્તીસિંહ વાઘેલાએ પણ વખાણી છે. અને ઈરાદા ફાઉન્ડેશનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Contribute Your Support by Sharing this News: