Wednesday, April 21, 2021
Home ગુજરાત ઉત્તર ગુજરાત ઉ.ગુ.@બ્રેકીંગ: ખોડા, શામળાજી, થાવર ગુંદરી સહિતના ચેકપોસ્ટ આજથી બંધ

ઉ.ગુ.@બ્રેકીંગ: ખોડા, શામળાજી, થાવર ગુંદરી સહિતના ચેકપોસ્ટ આજથી બંધ

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ઉ.ગુ.બ્રેકીંગ ગરવીતાકાત(તારીખ:૨૦)

રાજ્યની અલગ અલગ 17 આરટીઓ ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવી પડતી હોવાને લીધે, વાહન વ્યવહાર વિભાગે ચેકપોસ્ટોને નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની કરવાની વ્યવસ્થા ગોઠવી છે. ચેકપોસ્ટો પર તહેનાત સ્ટાફ અને તેના મળતિયાઓ મોટાપાયે ગેરરીતિ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં ચેકપોસ્ટો પર ચેકિંગને કારણે ઘણી વખત વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે. આ દરમિયાન ઇંધણનો પણ વ્યય થતો હતો. રાજ્યની તમામ ચેકપોસ્ટો 24 કલાક ચાલુ રહેતી હોવાથી કચેરીએ મોટી સંખ્યામાં સ્ટાફને તહેનાત કરવો પડતો હતો.

મળતી માહિતી પ્રમાણે ચેકપોસ્ટ નાબૂદ કર્યા બાદ જો કોઈ વાહન ઓવરલોડ જણાશે અથવા નિયમ ભંગ કરતું જણાશે કે પછી ટેક્સની રકમ બાકી હશે તો દંડ કે ટેક્સની રકમ સીધી વાહન માલિકોના ખાતામાંથી જ કપાઈ જશે. દંડ નહીં ભરવાના કેસોને પકડવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવશે, જે રસ્તા પર ચેકિંગ કરશે. જો કોઈ વાહન ચાલકે ઓનલાઇન દંડ નહીં ભર્યો હોય તો તેની પાસેથી પેનલ્ટી સાથે રકમ વસૂલ કરવામાં આવશે. હાલ ચેકપોસ્ટો પર જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમાંથી પ્રામાણિક કર્મચારીઓને ફ્લાઇંડ સ્ક્વોડમાં મૂકવામાં આવશે. જ્યારે અન્ય કર્મચારીઓને બીજી કચેરીઓમાં પોસ્ટિંગ આપવામાં આવશે.