હૃદય ને પણ કંપાવી નાખે તેવી ઘટના કડી તાલુકા ના નાની કડી વૈભવ બંગ્લોજ ની પાસે કોઈ અજાણી વ્યક્તી કે સ્ત્રી પોતાના પાપ છુપાવવા માટે નવજાત શિશુ (છોકરા) ને જન્મ આપીને કૂતરાઓ ફાડી ખાય તેવી મૃત હાલતમાં ત્યજી દઈને ભાગી ગયેલ અજાણ સ્ત્રી કે પુરૂષ સામે લોકોમાં ભારે ફિટકાર જન્મ્યો છે. બંગ્લોજ માં રહેતા જાગૃત નાગરિકે તે અજાણી સ્ત્રી કે પુરૂષે  સામે ફરીયાદ નોંધવી છે. લોકો બાળકો માટે ચારધામ ની યાત્રાઓ કરે છે ત્યારે કેટલાક નંપાવટો પોતાના પાપો છુપાવવા માટે નવજાત શિશુને કુતરાઓ સામે ત્યજી દે છે. એવો માનવતાને શર્મસાર કરે કિસ્સો સામે આવ્યો છે. પોલીસ આવા સામે કડક પગલાં ભરી અજાણી પુરૂષ કે સ્ત્રીને શોધી લાવીને સજા થાય તેવી જાગૃત નગરજનોમાં  માંગ ઉભી થવા પામી છે.
આ અંગેની  પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કડી તાલુકાના નાની કડીના વૈભવ બંગ્લોજના કમ્પાઉન્ડમાં અજાણી સ્ત્રી કે પુરૂષે એ પોતાનો પાપ છુપાવવાના હેતુથી તાજું જન્મેલ નવજાત શિશુને (છોકરો ) ત્યજી દેતા તેને કૂતરાઓ એ પકડી ફાડી ખાધેલ હાલત મૃત હાલત મળી આવ્યો છે. જેની જાગૃત નાગરિક આશીક કુમાર ગોવિંદ ભાઇ પટેલે અજાણી સ્ત્રી કે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે નવજાત શિશુ ને કૂતરઓ સામે ત્યજી ફરાર આરોપી સ્ત્રી હોય કે વ્યક્તિ ને ઝડપી પાડવા માં આવે તેવી પણ જાગૃત નાગરીકો માં ચર્ચા જોવા મળી છે.

અવાર નવાર આવી ઘટના બનતી હોવા છતાં. શું કડી પોલિસ આવી સ્ત્રી કે પુરૂષ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?

કડી તાલુકામાં આવી અવાર નવાર  બાળકો ત્યજી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક બાજુ પરિવાર ના લોકો બાળકો માટે પોતાના કુળદેવી ભગવાનની પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા હોય છે ત્યારે બીજી બાજુ પોતાના જ પરિવાર ના આવા નવજાત શિશુ ને ત્યજી દેતા જોવા  મળી રહ્યા છે. કહેવત પ્રમાણે “માં તે માં બીજા બધા વગડા ના વા” આ કહેવત ને પણ અત્યારે વખોડી નાખતા હોય તેવું જોવા મળી રહ્યું છે. એક માં કે પોતાના પરિવાર ના બાળકને કેમ આરીતે ત્યજી દેવામાં આવતા હોય છે. કડી શહેરની અંદર આવી વારંવાર ઘટના સામે આવી રહી છે છતાં પણ કડી પોલિસ તંત્ર આવા પરિવાર કે સ્ત્રી સામે કેમ કોઈ કડક માં કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘણા સમયથી કડી ની અંદર આવી ત્યજી દેવાયેલ હાલત માં બાળકો મળી આવતા જોવા મળી રહ્યા છે.કડી પોલિસ આવી સ્ત્રી કે પુરૂષ સામે યોગ્ય તપાસ કરીને, આવા પરિવાર કે સ્ત્રી સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ.
Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here