બલરાઈ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસની અડફેટે ચાર લોકોનાં મોત, જ્યારે એક ડઝનથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ.
કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં જીઆરપી અને આરપીએફની બેદરકારી સામે આવી છે. હાલ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની ઓળખ કૌશામ્બીના રહેવાશીઓ તરીકે કરવામાં આવી છે. તેમના નામ રાજેન્દ્ર, પિન્ટૂ, જામહિરલાલ, અને ભૈયાલાલ છે. આ તમામ લોકો અવધ એક્સપ્રેસમાં સુરત જઈ રહ્યા હતા. મૃતકો એક જ પરિવારના હોવાની માહિતી પણ સામે આવી છે.
અવધ એક્સપ્રેસ મુઝફ્ફરનગરથી બાંદ્રા ટર્મિનલ જઈ રહી હતી. જ્યારે રાજધાની એક્સપ્રેસ કાનપુરથી દિલ્હી જઈ રહી હતી. ગરમીને કારણે મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મની વિરુદ્ધ દિશામાં ઉભા રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ ટિકિટ લઈને સ્લિપર કોચમાં આરામ કરી રહેલા લોકોને ટિકિટ ચેકિંગની આશંકા હતી. આ માટે પણ કેટલાક લોકો સ્લિપર કોચમાંથી ઉતરીને જનરલ કોચ તરફ જઈ રહ્યા હતા. બીજી તરફ ખૂબ ગરમીને કારણે આ તમામ લોકો રેલવે ટ્રેક પર જ ઉભા રહી ગયા હતા