નવસારીના સાંસદ સી આર પાટિલને ગુજરાત ભાજપની કમાન મળી છે. તેઓ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે. 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી આર પાટીલ (CR Patil)ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ જેટલા વર્ષથી જીતુ વાઘાણી ભાજપની કમાન સંભાળી રહ્યા હતા.
Contribute Your Support by Sharing this News: