દહેગામ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારક યોજના અમલમાં મૂકી હતી તે વખતે પુંસરી નરેન્દ્ર ભાઈ પટેલને વિસ્તારક તરીકે એક વર્ષ માટે દહેગામ ખાતે મુકાયા હતાં ત્યારે તેમની ધ્યાન ઉપર આવ્યું કે દહેગામ કન્યા શાળાની. બે દીકરીઓ અતિ ગરીબ છે. પણ હોશિયાર છે પરંતુ પૈસાના અભાવે શાળા છોડાવી પડે તેમ છે. ત્યારે ભાજપ ના સ્થાપના દિવસે વિસ્તારક  નરેન્દ્ર પટેલે ૦૬/૦૪/૨૦૧૭ ના રોજ આ ખુશી જાદવ અને દક્ષા વાંસ ફોડિયાને દત્તક લીધી હતી.

આ બને દીકરીઓ સાથે પણ ભણવામાં હોંશિયાર રહી છે. અને નરેન્દ્ર ભાઈ પટેલ નિયમિત તેમણે પાઠ્યપુસ્તક, નોટબુકો પૂરા પાડે છે. આજે આ દત્તક દીકરીઓ ને દહેગામ ખાતે નરેન્દ્ર ભાઈ પટેલે પહોંચી ખુશિતા જાદવને જરૂરી પાઠ્યપુસ્તકો, નોટબુકો આપી છે. અને પટેલે આપેલ વચન પુર્ણ કરેલ છે.

આ પ્રસંગે દહેગામ ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ મહામંત્રી શ્રી ઓ બાબુભાઈ ચૌધરી,બિપીનભાઈ પટેલ,કાર્યાલય મંત્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા

Contribute Your Support by Sharing this News: