રાજ્યમાં માદક પદાર્થો ની બદી ડામવા કડક પગલાં સહિતના વિગતવારની સૂચનાઓ અંગેનો પરિપત્ર બહાર પાડતાં ડી.જી.પી.શ્રી શિવાનંદ
રાજ્યમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ, સંગ્રહ, ઉપયોગ કે વહન સંપૂર્ણપણે નાબૂદ થાય તે સુનિશ્ચિત કરવા ડી.જી.પી.શ્રી શિવાનંદ ઝા દ્વારા અગાઉ તા. ૧૮/૦૬/૨૦૧૯ના રોજ  તથા તા. ૨૧/૦૬/૨૦૧૯ના રોજ ખાસ મીટીંગ રાખીને તમામ એકમોને નિર્દેશ કરવામાં આવેલ હતો કે  આવા માદક પદાર્થોની સમાજ અને યુવાનોના સ્વાથ્ય પરની ખરાબ અસરોને ધ્યાને લેતાં, આવા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ સદંતર બંધ થાય તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવાં. આ માટે ડી.જી.પી.શ્રી દ્વારા તમામ એકમોને નાર્કોટીક્સ પદાર્થો પકડી પાડવા અંગેની એક ખાસ ડ્રાઇવ પણ આપવામાં આવેલ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં આવા પદાર્થોનું વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ થઇ શકે તેવી સંભવાના હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખીને સધન ચેકીંગ કરવા તથા આવા વિસ્તારોમાં અવારનવાર કોમ્બિંગ રાખવા પણ જણાવ્યું હતું.  આ બેઠકમાં માદક પદાર્થો પકડવામાં કોઇ એકમની નબળી કામગીરી જણાય આવશે તો તેવા એકમના સંબંધીત અધિકારીઓ વિરુધ્ધ કડક પગલાં લેવામાં આવશે તેમ પણ રાજ્ય પોલીસ વડાએ આ બેઠકમાં જણાવ્યું હતું.
આ સંદર્ભે આજરોજ ડી.જી.પી.શ્રી શિવાનંદ ઝા દ્વારા એક ખાસ પરિપત્ર કરીને રાજ્યના તમામ જીલ્લા/શહેરના પોલીસ અધિકારીઓને નાર્કોટીક્સ/માદક પદાર્થો અંગે કરવાની કાર્યવાહી વિશે વિગતવારની સુચનાઓ આપેલ છે. જેમાં રાજ્યના યુવાધનને આવા પદાર્થોની બદી સ્પર્શે નહિં તે માટે રાજ્યમાં આવેલ મોટા શૈક્ષણિક સંકૂલો/સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવા તમામ પ્રકારના સોર્સ દ્વારા વધુમાં વધુ બાતમી મેળવવા, પડદાં પાછળ રહીને કામ કરતાં આરોપીઓને ઓળખીને તેની ધરપકડ કરવા, માદક પદર્થોનો જથ્થો કેવા વાહનમાં લાવવમાં આવેલ હતો, કયા રૂટ મારફતે લવવામાં આવેલ હતો, આવી હેરફેર માટે કોઇ ચોક્ક્સ સમયની પસંદગી કરવામાં આવેલ હતી કે કેમ, કોઇ સરકારી કર્મચારી ગુનામાં સંડોવાયેલ હતો કે કેમ તથા આવા ગુનાઓની તપાસ યોગ્ય રીતે થાય તે માટેના વિગતવારના સૂચનો આપવામાં આવેલ છે.
સ્થાનિક પોલીસ સામે લાલ આંખ કરતાં ડી.જી.પી.શ્રીએ જણાવેલ છે કે જો બહારની એજન્સી જેવી કે,  સી.આઇ.ડી.(ક્રાઇમ), એ.ટી.એસ.,  એલ.સી.બી./એસ.ઓ.જી દ્વારા કેસો શોધી કાઢવામાં આવશે તો, તેવા સ્થાનિક પોલીસ સ્ટેશન/બીટ/ચોકીના પોલીસ અધિકારી/કર્મચારીની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવામાં આવશે અને તેઓના સુપરવાઇઝરી અધિકારી વિરુધ્ધ પ્રાથમિક તપાસ આપવામાં આવશે. જો આવી તપાસમાં અધિકારી નિષ્ક્રિય કે બિનકાર્યક્ષમ જણાશે તો તેમના વિરુધ્ધ ખાતાકીય પગલાં લેવામાં આવશે તથા તેમના વાર્ષિક ખનાગી અહેવાલમાં નોંધ કરવામાં આવશે.
વધુમાં, આ પરિપત્રમાં જણાવવામાં આવેલ છે કે બહારની એજેન્સીઓને રેઇડ દરમ્યાન સ્થાનિક પોલીસને સાથે રાખવાની રહેશે નહિ અને જો સી.આઇ.ડી.(ક્રાઇમ) કે એ.ટી.એસ જેવી એજેન્સી રેઇડ કરે તો જીલ્લા/શહેરની એસ.ઓ.જી વિરુધ્ધ તપાસ કરવામાં આવશે
બીજા સાથે સમાચાર શેર કરો.