મહેસાણાના લાંઘણજમાં આવેલ એક ગોડાઉનમાં લુઝ બીડીઓને જુદી જુદી કંપનીના માર્કામાં પેંકીગ કરી  નકલી બીડીઓને અસલી તરીકે વેચતો આરોપી લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. એલસીબીએ આ કાર્યવાહી બાતમી આધારે કરી હોવાનુ સામે આવ્યુ છે. આરોપી પોતાના ગોડાઉનમાં નકલી બીડીઓને જાણીતી કંપનીઓના માર્કામાં પેકીંગ કરી કડી તરફ વેચવા જતો હતો ત્યારે તેને રસ્તામાં રોકી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી મહેસાણા જીલ્લાના લાંઘણજ ગામની એક કરીયાણાની દુકાનમાં સામાન રાખવા માટે બનાવેલ ગોડાઉનમાં લુઝ બીડીઓ લાવતો હતો. આરોપી પટેલ પીન્ટુ અશોકભાઈ આ ગોડાઉનમાં લુઝ બીડીઓ હોલસેલના ભાવે લાવી પોતાના ગોડાઉનમાં જાણીતી કંપનીઓના માર્કા લગાવી તેનુ વેચાણ કરતો હતો. આ દરમ્યાન મહેસાણા એલસીબીને બાતમી મળતા આરોપીને રંગેહાથ દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજ રોજ આરોપી ડુપ્લીકેટ બીડીઓને પોતાની ઈકો ગાડી (GJ-18-BE-7627)માં અલગ અલગ કંપનીના માર્કા વાળી બીડીનુ વેચાણ કરવા કડી તરફ જઈ રહ્યો હતો. ત્યારે એલસીબીની ટીમે તેને નંદાસણ-કડી રોડ પરથી મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

મહેસાણાની 6 ચોરીનો ભેદ ઉકેલાયો – આરોપીઓ કડીયાકામ કરવાના બહાને આવી રેકી કરતા, શીવાલા સર્કલ પાસેથી LCBએ દબોચ્યા

ઝડપાયેલ આરોપી પાસેથી ડુપ્લીકેટ બીડીઓના માર્કા બનાવવાની સાધન સામગ્રી, ડુપ્લીકેટ બીડીઓ, મોબાઈલ, વાહન સહીત 3,43,190 રૂપીયાનો મુદ્દામાલ ઝપ્ત થયો હતો.

આરોપી નંદાસણ પોલીસ સ્ટેશનના એરીયામાં ઝડપાયો હોવાથી તેની વિરૂધ્ધ નંદાસણ પોલીસ મથકે આઈપીસીની કલમ 483, 485, 486, 487, ટ્રેડ માર્ક એક્ટની કલમ 29, 30, 78, 79, 105 કોપી રાઈટ એક્ટની કલમ 63, 63એ, 64, 65 કોપ્ટા એક્ટની કલમ 8, 9 તથા લીગલ મેટાલોજી એક્ટ 36 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: