ગરવીતાકાત,નડિયાદ: ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર ભારત દેશમાં સેવા સપ્તાહ ઉજવણી કાર્યક્રમનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું આ સેવા સપ્તાહમાં સ્વાસ્થ્ય મેડિકલ કેમ્પ ,આયુષ્માન ભારત રજીસ્ટ્રેશન અને કાર્ડ વિતરણ , ફ્રૂટ વિતરણ વગેરે જેવા મહત્વના કામોને સેવાકીય રૂપે કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે નડીઆદ ખાતે નરેન્દ્ર મોદીજીના બાળપણ ,યુવાની ,સેવાકીય તેમજ રાજકીય જીવનના યાદગાર પ્રસંગોને સુંદર રીતે કંડારીને  પ્રજા સમક્ષ મૂકીને પ્રેરણા મળી રહે તે હેતુથી પ્રદર્શન માટે રજુ કરવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના અખંડ ભારતના સ્વ્પ્નને પુરા કરતા ઐતિહાસિક નિર્ણયલઈને 370 એ 35 એ નાબૂદ કરવામાં આવી તેના સમર્થનમાં પ્રજાના સહી ઝુંબેશ સમર્થન પણ રાખવામાં આવ્યું હતું. સંસદ શ્રી દેવુંસિંહજી ચૌહાણ જીની ગ્રાન્ટમાંથી મોદીજીના જન્મદિવસ પર દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાઇસિકલ નું વિતરણ કરીને સાચા અર્થમાં સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું . આ પ્રદશનને ખેડા સંસદ શ્રી દેવુંસિંહજી ચૌહાણ અને ગુજરાત વિધાનસભાના દંડક તથા  નડિયાદ ના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ના હસ્તે પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું  આ પ્રસંગે ખેડા જિલ્લા કલેકટર શ્રી સુધરભાઈ પટેલ , અધિક નિવાસી કલેકટર શ્રી રમેશભાઈ મેરજા , માતરના ધારાસભ્ય શ્રી કેશરીસિંહ સોલંકી ,મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ , ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ ભારતીય જનતા યુવા મોરચો ખેડા પ્રમુખ ધવલભાઈ પટેલ, તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા