ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ઝાલાના મુવાડા ગામે વર્ષો જુનો પ્રાચીન પરંપરાઓ મુજબ ઝાલા બાવજિનો મેળો ભરાયો હતો આ મેળો પશુઓના સારા સ્વાસ્થ્ય અને પશુપાલન વ્યવસાય વર્ષ દરમિયાન સારો રહે તેના માટે મેળો ભરાતો હોય છે જેમાં મેળાના સ્થળે આવેલ દેવી દેવતાના સ્થાને શ્રીફળ વધેરી દિવો અગરબત્તિ કરી સૌ લોકો ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે આ મેળામાં મોટી સંખ્યામાં લૌકોની ભારે ભીડ ઉમટી હતી.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી