મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઈ ગઈ હતી. 7 કલાકથી વધુ સમયથી ફસાઈ ગયેલા 700 જેટલા પેસેન્જરને રેસ્ક્યૂ કરવા એનડીઆરએફ અને સ્થાનિક એજન્સીઓને કામે લાગી હતી. અત્યાર સુધીમાં 600 જેટલા પેસેન્જરનું રેસ્ક્યૂ કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ અને સ્થાનિક એજન્સીઓએ રેસ્ક્યૂ કર્યુ હતું.

મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ અને સ્થાનિક એજન્સીઓએ રેસ્ક્યૂ કર્યુ હતું.

 રેસ્કયૂ કરાયેલા પેસેન્જરોને સુરક્ષિત સ્થળે જવા માટે ભરાયેલા પાણીમાં આ રીતે ચાલીને જવું પડ્યું હતું.રેસ્કયૂ કરાયેલા પેસેન્જરોને સુરક્ષિત સ્થળે જવા માટે ભરાયેલા પાણીમાં આ રીતે ચાલીને જવું પડ્યું હતું.

 દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ મુંબઈ અને કોલ્હાપુરની વચ્ચે દોડતી મહાલક્ષ્મી એક્સપ્રેસ છેલ્લા સાત કલાકથી બદલાપુર અને વાનગાની રૂટ પાણીમાં ફસાઈ ગઈ હતી.દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ મુંબઈ અને કોલ્હાપુરની વચ્ચે દોડતી મહાલક્ષ્મી એક્સપ્રેસ છેલ્લા સાત કલાકથી બદલાપુર અને વાનગાની રૂટ પાણીમાં ફસાઈ ગઈ હતી. મહાલક્ષ્મી ટ્રેનમાં ફસાયેલા 700 પેસેન્જરનો બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 600 પેસેન્જરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ કરાયેલી પેસેન્જરને એનડીઆરએફની ટીમ સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.

 ટ્રેન રોકાવાના કારણે તેમાં પ્રવાસ કરી રહેલા લગભગ 700 પેસેન્જર ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટ્રેનમાં ફસાયેલા પેસેન્જરોને બિસ્કિટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ટ્રેન રોકાવાના કારણે તેમાં પ્રવાસ કરી રહેલા લગભગ 700 પેસેન્જર ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટ્રેનમાં ફસાયેલા પેસેન્જરોને બિસ્કિટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 ટ્રેન જ્યાં ફસાઈ ગઈ હતી તે સ્થળે પહોંચવા માટે રેસ્ક્યૂ ટીમોને ખૂબ જ મહેનત કરવી પડી હતી.ટ્રેન જ્યાં ફસાઈ ગઈ હતી તે સ્થળે પહોંચવા માટે રેસ્ક્યૂ ટીમોને ખૂબ જ મહેનત કરવી પડી હતી.

 સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે રેસ્ક્યૂ ટીમને તાત્કાલીક જઈને ત્યાં ફસાયેલા સાતસો લોકોને બહાર કાઢવાના નિર્દેશ આપ્યા હતા. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત નેવી અને એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. નેવીએ પેસેન્જરોને બચવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે.સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે રેસ્ક્યૂ ટીમને તાત્કાલીક જઈને ત્યાં ફસાયેલા સાતસો લોકોને બહાર કાઢવાના નિર્દેશ આપ્યા હતા. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત નેવી અને એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. નેવીએ પેસેન્જરોને બચવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે.

 મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા 700 પેસેન્જરોનું રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી .મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા 700 પેસેન્જરોનું રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી .

 બીજી તરફ, મુંબઈના રહેવાસીઓ માટે ભારે વરસાદ ફરી એકવાર મોટી સમસ્યાનું કારણ બની ગયું છે. છેલ્લા ઘણા કલાકોથી સતત પડી રહેલા વરસાદે મુંબઈના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.બીજી તરફ, મુંબઈના રહેવાસીઓ માટે ભારે વરસાદ ફરી એકવાર મોટી સમસ્યાનું કારણ બની ગયું છે. છેલ્લા ઘણા કલાકોથી સતત પડી રહેલા વરસાદે મુંબઈના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

 મુંબઈના હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈના પરા વિસ્તારોમાં 150થી 180 મિમિ વરસાદ પડ્યો છે અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મુંબઈના હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈના પરા વિસ્તારોમાં 150થી 180 મિમિ વરસાદ પડ્યો છે અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચેમ્બુરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા જેના કારણે અનેક વાહનો બંધ થઈ ગયા હતા.ચેમ્બુરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા જેના કારણે અનેક વાહનો બંધ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન-વ્યવહારને ભારે અસર થઈ છે.રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન-વ્યવહારને ભારે અસર થઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારે વરસાદના કારણે મુંબઈવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 વરસાદના કારણે અનેક ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ છે, જે પોતાના નિશ્ચિત સમયથી લગભગ એક કલાક મોડી ઉડાણ ભરશે. મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે વરસાદના કારણે લગભગ તમામ ફ્લાઇટ સરેરાશ અડધો કલાક વિલંબથી ઉડાણ ભરી રહી છે. મળતા અહેવાલ મુજબ 17 ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે.

વરસાદના કારણે અનેક ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ છે, જે પોતાના નિશ્ચિત સમયથી લગભગ એક કલાક મોડી ઉડાણ ભરશે. મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે વરસાદના કારણે લગભગ તમામ ફ્લાઇટ સરેરાશ અડધો કલાક વિલંબથી ઉડાણ ભરી રહી છે. મળતા અહેવાલ મુજબ 17 ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે. બીજી તરફ, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે વેસ્ટર્ન હાઈવેનો વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

બીજી તરફ, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે વેસ્ટર્ન હાઈવેનો વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. સામાન્ય દિવસોમાં પણ જ્યાં ટ્રાફિક ધીમો હોય છે, વરસાદના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનોના ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તેને લીધે લોકલ ટ્રેન સર્વિસને અસર થઈ છે.સામાન્ય દિવસોમાં પણ જ્યાં ટ્રાફિક ધીમો હોય છે, વરસાદના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનોના ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તેને લીધે લોકલ ટ્રેન સર્વિસને અસર થઈ છે.