બુધવારની સાંજના સુમારે થરાદના દુધશીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં વાવ શહેરના રાઠોડવાસની હેતલબેન દુદાભાઇ રાઠોડ નામની અંદાજે ૨૨ વર્ષિય મહિલાએ મોતની છલાંગ લગાવી હતી.આ બનાવની પરિવારને રાતે જાણ થતાં નહેર પર દોડી આવ્યાં હતાં.જોકે રાતે વાવઝોડાનો માહોલ હોઇ શોધખોળ મુશ્કેલ બનતાં ગુરુવારની વહેલી સવારથી જ પાલિકાની રેસ્કયુ ટીમ દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન સાતેક વાગ્યાના સુમારે નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદથી મહિલાના મૃતદેહને વ્યાપક જહેમતભરી શોધખોળ બાદ બહાર કઢાયો હતો.અને પરિવારને સોંપ્યો હતો.આ પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવતાં અરેરાટી સાથે ચકચાર મચવા પામી હતી.થરાદ પોલીસ દફતરે આ બનાવની કોઇ નોંધ નહી થવા પામી હોવાનું જણાવ્યું હતું.