ગરવી તાકાત

મુકેશ અંબાણીની રીલાયન્સ ઈન્ડસ્ટ્રી લીમીટેડે ગુરુવારે એક નવો મુકામ હાસીંલ કર્યો છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ  15 લાખ કરોડના માર્કેટ કૈપને સ્પર્શ કરવા વાળી ભારતની પહેલી કંપની બની ગઈ છે.આજના સેશનમાં રીલાયન્સના શેેરોએ નવા રેકોર્ડ સ્થાપીત કર્યા હતા. કંપનીના શેર બી.એસ.ઈ. ઉપર 8 ટકા વધી 2343.90 રૂપીયાએ પહોંચી ગયા જેનાથી કંપનીના માર્કેટ કૈપ 15 લાખ કરોડ રૂપીયાની પાર પહોચી ગયુ હતુ.

ગુરૂવારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં 8.45 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જેમાં શેરોનો ભાવ 2343.90 રૂપીયા એ પહોંચી ગયો હતો.  જેથી કંપનીના માર્કેટ કેપ વધીને 1484634 કરોડ રૂપીયાએ પહોચી ગયો છે. જ્યારથી અમેરીકન કંપની લેક ના તરફથી રીલાયન્સ રીટેલમાં ભાગીદારી કરવાની ઘોષણા થઈ છે ત્યારથી રીલાયન્સના શેરોમાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે , રીલાયન્સ જીયો બાદ હવે રીલાયન્સ રીટેલમાં પ્રાઈવેટ ઈક્વીટી ફર્મ સીલ્વર લેક 1.75 ટકા હિસ્સો 7500 કરોડ રૂ. માં ખરીદ્યો છે.

કોને કહેવાય માર્કેટ કૈપ 

કંપનીના માર્કેટ કૈપ નો મતલબ થાય છે શેર માર્કેટ દ્વારા નક્કી કરેલ કંપનીની કીમંત, શેર માર્કેટમાં કંપનીઓને એના માર્કેટ  કૈપના આધાર ઉપર વર્ગીક્રૃત કરવામાં આવે છે. બધી કંપનીઓ શેર બહાર પાડતી હોય છે. જેમાં બહાર પાડેલા શેરની કુલ સંખ્યા કંપનીમાં 100 ટકા ઓનરશીપ પ્રદર્શીત કરે છે. જેથી આપણને કોઈ કંપની દ્વારા જારી કરેલા કુલ શેરોની સંખ્યા અને શેરની કીમત ખબર હોય તો આપણને એ કંપનીની કુલ કીંમત માલુમ પડી જતી હોય છે.

અલગ – અલગ કૈપ નક્કી કરવામાં આવેલા છે જેમાં સ્મોલ કૈપ,મીડીયમ કૈપ, અને લાર્જ કેપ. જેમાં 5000 કરોડ થી વધારે મુલ્ય ધરાવતી કંપનીને લાર્જ કૈપમા સમાવેશ કરવામાં આવે છે. મીડીયમ કૈપમાં 1000 થી 5000 કરોડ રૂપીયા ની કીંમતની કંપનીને મીડીયમ કેપમાં રાખવામાં આવે છે. અને સ્મોલ કૈપ માં 1000 કરોડ થી ઓછુ મુલ્ય ધરાવતી કંપનીને સ્મોલ કૈપમાં સમાવેશ કરવામાં આવે છે.

 

Contribute Your Support by Sharing this News: