12 મે અને રવિવારના રોજ દુનિયાભરમાં મધર્સડેની ઉજવણી કરવામાં આવશે. માતાનું સ્થાન વિશ્વમાં સૌથી ઊંચું છે. એક સ્ત્રી માતૃત્વ ધારણ કર્યા પછી સંપૂર્ણ સ્ત્રી બની જાય છે અને બાળકમય થઈ જાય છે. ત્યારે બાળકને કઈ રીતે સાચવવું અને ટ્રીટ કરવું તે એક માતા બખૂબી જાણતી હોય છે. એટલે જ ઠપકો પડ્યા પછી પણ તેના પર ગુસ્સાને બદલે વ્હાલ વધે છે. માતાઓની અમુક એવી વાતો જેનાથી તે બાળકના મન સુધી પહોંચે છે. તે અંગે વિગતે જાણીએ. બહાર જતા તમારી કાળજી અને ઘરે આવ્યા પછી સવાલોમાં માતાનો પ્રેમ બહાર જતી વખતે મમ્મી તમે કેવા લાગી રહ્યા છો અને ક્યાં પ્રસંગે કેવા કપડા પહેરવા એ સારી રીતે સમજાવે છે. ક્યારેક બાળકને માઠુ લાગી શકે પરંતુ કોની સાથે જવા માટે કેવા કપડા પહેરીને જવું તે મમ્મીથી વિશેષ કોઈ નથી જાણતું. તમારી સાથે લઈ જવાની વસ્તુથી માંડીને દરેક ચીજ તૈયાર રાખતી મમ્મી તમારી કેટલી કાળજી લે છે તે તો તેનાથી દૂર રહેવા પર જ તમને સમજાય છે. બાળક જ્યારે શાળા, મિત્રો સાથે બહાર જતું થાય ત્યારે તેની ચિંતા સતત માતાના મનમાં રહેતી હોય છે. પરંતુ તેને ના પાડવી કે તેની સ્વતંત્રતા છીનવવી એ યોગ્ય નથી. એટલા માટે બહાર જઈને બાળક શું-શું કરે છે તે જાણવા માટે બાળક તે દરરોજ બાળક ઘરે આવતાની સાથે જ પ્રશ્નો શરૂ કરે છે, દિવસ કેવો રહ્યો? જમ્યું કે નહિં? બહારનું જમ્યું કે ઘરનું? વગેરે. આમાં પણ તેનો પ્રેમ છુપાયેલો છે. એટલે જ કદાચ ઘરે આવતાની સાથે બાળક બધાને એક જ સવાલ કરે છે કે, મમ્મી ક્યાં છે?

  • પર્સનલ વાતો જાણવી

મમ્મી તમારી દરેક નાની-મોટી વાતો, રોજીંદી ઘટના જાણવા માંગે છે. કારણ કે, અમુક સંકેત એક માંને તરત આવી જાય છે. માતાનું હ્રદય ભયને તરત ઓળખી જાય છે. અમુક એવા લોકોથી એ તમને દૂર રહેવાનું પણ કહેશે. અને આ બધી વાત જાણવા માટે તે તમારી મિત્ર બની જશે. જેથી તમે દરેક વાતો શેર કરી શકો. કારણ કે, તે પોતે પણ તે ઉંમરથી પસાર થઈ હોય છે અને સારા-નરસાનું વધુ જ્ઞાત હોય છે.

  • તમારા નિર્ણયો લેતી માતા

માતા જ્યારે પણ નાની-મોટી વાતોમાં તમારા માટે નિર્ણય લેતી હોય ત્યારે યાદ રાખો કે, માતાથી વધુ તમને કોઈ જ નથી જોણતું એટલા માટે તમારા માટે સૌથી સારૂ શું છે તે માતાથી વિશેષ કોઈ નથી જાણી શકતું. જો એ તમને ક્યારેક શોપિંગ માટે ના પાડે છે તો તેમાં તમને કહેવા માંગે છે કે, લાલચથી દૂર રહો અને કરકસરથી જીવતા શીખો. જેથી જીવનમાં આગળ તમે દરેક પરિસ્થિતિમાં અડીખમ રહી શકો. આટલી નાની વાતોમાં માતમા જીવવના ઘણા મોટા પાઠ શીખવતી હોય છે. જેમ કે, પોતાના નાના બાળકને લંચ બોક્સ પૂરૂ કરવાનું કહેવું, કેમ કે તેનું બાળક અન્યો કરતા સ્વાસ્થ્યથી નબળું ન રહે. ટીનેજ દિકરીને મિત્રો સાથે ફરવા જવાની ના પાડવી, જેથી તેના જીવનસાથી સાથે ફરવાનો લ્હાવો લઈ શકે.

  • રોક-ટોક કરતી મમ્મી

એક માતાને આજના જમાનાનો સૌથી મોટો દુશ્મન સ્માર્ટ ફોન લાગતો હોય છે. તેના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા છે તે તો સૌ કોઈ જાણે જ છે. તેથી માતા હંમેશા સ્માર્ટ ફોનથી દૂર રહેવા, તેનો ઓછો ઉપયોગ કરવા જણાવે છે. તેના માટે હંમેશા બાળક સાથે લડતી રહે છે. આ તમામ લડાઈમાં તમારા પ્રત્યેની લાગણી અને કાળજી છુપાયેલી હોય છે તે તમે જ્યારે માતા કે પિતા બનો ત્યારે જ સમજાશે.

બીજા સાથે સમાચાર શેર કરો.