ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 37,724 નવા કેસ આવ્યા છે અને 648 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોરોના વાઇરસથી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 11 લાખ 92 હજાર 915 થઈ ગઈ છે અને અત્યાર સુધી કુલ 28, 732 લોકોનાં મૃત્યુ થયાં છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા 4 લાખ 11 હજાર 133 છે જ્યારે 7 લાખ 53 હજાર 49 લોકો અત્યાર સુધી કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.

ભારતની રાજધાની દિલ્હીમાં રહેનારા દર 4 પૈકી લગભગ એક વ્યક્તિ કોરોના વાઇરસના સંપર્કમાં આવી છે.

દિલ્હીમાં અનેક લોકોના સૅપ્મલ લઈને ઍન્ટિબૉડી ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે આ વાત સામે આવી હતી.

આ સરકારી સર્વે માટે 21, 387 લોકોનાં નમૂના લેવામાં આવ્યા હતા જેની તપાસમાં ખબર પડી હતી કે આમાંથી 23.48 ટકા લોકોના શરીરમાં કોવિડ-19ના ઍન્ટિબૉડીની હાજરી હતી.

આ સર્વે પ્રમાણે રાજધાનીમાં જેટલા કેસની પુષ્ટિ થઈ છે, સંક્રમણનો ફેલાવ તેના કરતા ઘણો વધારે છે.

દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમણના 123,747 કેસ દાખલ થયા છે જે અહીંની એક કરોડ 98 લાખની વસતીનો એક ટકો પણ નથી.

જો સર્વેના હિસાબથી જોઈએ તો 23.48 ટકા લોકોમાં ઍન્ટિબૉડી મળવાનો અર્થ છે કે રાજધાનીમાં સંક્રમણના 46 લાખ 50 હજાર કેસ છે.

Contribute Your Support by Sharing this News: