ગરવીતાકાત,મહેસાણા.(તારીખ:૦૨)

મહેસાણા પાલિકાના વોર્ડ 8માં આવતા નાગલપુર વિસ્તારને ડેન્ગ્યુએ ભરડો લીધો છે.સમગ્ર સોસાટી વિસ્તારમાં 140થી વધુ ડેન્ગ્યુ કેસ હોવાનું કોર્પોરેટર વિષ્ણુ પટેલે જણાવ્યું છે.

તેમના મુજબ, વિકાસનગર સોસાયટીમાં 17, વર્ધમાન નગરમાં 12, તિરૂપતિમાં 10, ઓમ શુભમ બંગ્લોઝ 2 સહિત અશોકા હોટલ પાછળ 55 કેસ છે. નાગલપુર બસ સ્ટેન્ડ સામેની 12 સોસાયટીઓમાં 45 અને સમ્રાટનગર સોસાયટીમાં 13 કેસ છે. જેમાં 14 વર્ષના એક કિશોરનું ડેંગ્યુથી મોત થયું છે. સ્ટારલાઈન પાછળ 7 સોસાયટીમાં 22 કેસ, વાઈડ એન્ગલ પાછળ રાધે અને અભિનવ બંગ્લોઝ 16 કેસ છે. જેને લઇ લોકો સંબંધીના ઘરે રહેવા જવા લાગ્યા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.