મોરબીની મહિલાને એક કાર્યક્રમમાં માળીયા જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી ધાક ધમકી આપીને એક શખ્સે દુષ્કર્મ ગુજારનારની ધરપકડ થઇ છે.

મોરબીની મહિલાને એક કાર્યક્રમમાં માળીયા જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી ધાક ધમકી આપીને એક શખ્સે દુષ્કર્મ ગુજારનારની ધરપકડ થઇ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની મહિલાને માળીયા રહેતા સલીમ સુલેમાન કટિયા નામનો શખ્સ ગત તા. 19 જૂનના રોજ માળીયામાં એક કાર્યક્રમમાં જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. બાદમાં આ શખ્સ ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.