પીએમ મોદીની ફાઈલ તસ્વીર
પીએમ મોદીની ફાઈલ તસ્વીર

ઇન્દોરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના પુત્રએ નગર નિગમ અધિકારીને ઢોર માર માર્યો હતો.

ઇન્દોરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના પુત્રએ નગર નિગમ અધિકારીને ઢોર માર માર્યો હતો. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કહ્યું હતું કે, કોઇપણનો પુત્ર હોય, આવું વર્તન ચલાવી લેવામાં નહીં આવે. મંગળવારે મળેલી સંસદીય દળની બેઠકમાં આ વાત જણાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જે લોકોએ આ કેસમાં જામીન ઉપર બહાર આવેલા આકાશ વિજયવર્ગીયનું સ્વાગત કર્યું છે તેમને પાર્ટીમાં રહેવાનો હક નથી. દરેકને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઇએ. સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ આકાશ વિજયવર્ગીયના કેસમાં કડક વલણ અપનાવ્યું હતું. અને કહ્યું હતું કે, આ પ્રકારની ઘટના ફરીથી ન થવી જોઇએ. આવી ઘટના પાર્ટી અને દેશના હિતમાં નથી.

શનિવારે મળ્યા હતા જામીન: ઉલ્લેખનીય છે કે, મારપીટ કેસમાં શનિવારે આકાશ વિજયવર્ગીયને ભોપાલની વિશેષ અદાલતે જામીન આપ્યા છે. ત્યારબાદ તેઓ રવિવારે ઇન્દોર જેલમાંથી બરા આવ્યા હતા. આ દરમિયાન આકાશે કહ્યું હતું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, મને ફરીથી બેટિંગ કરવાની તક ન મળે. હવે ગાંધીએ બતાવેલા રસ્તા ઉપર ચાલવાની કોશિશ કરીશે.

કૈશાલ વિજયવર્ગીયએ લીધો પુત્રનો પક્ષ: બેટથી મારવાના મામલામાં બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પોતાના ધારાસભ્ય પુત્રને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આકાશને કાચો ખેલાડી ગણાવ્યો હતો. કૈલાશ વિજયવર્ગીયએકહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છે કે, આકાશ અને નગર નિગમના કમિશ્નર બંને કાચા ખેલાડીઓ છે. આ એક મોટો મુદ્દો ન્હોતો. જોકે, આને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું.

શું છે આખો મામલો?: ઉલ્લેખનીય છે, 26 જૂનના દિવસે નિગમ અધિકારી ધીરેન્દ્ર બાયસ ટીમ સાથે જર્જરીત મકાનોને પાડવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન આકાશ વિજયવર્ગીય ત્યાં આવ્યા હતા. ટીમને કાર્યવાહી કર્યાવગર જવાનું કહ્યું હતું. પરંતુ અધિકારીઓએ કાર્યવાહી ચાલું રાખી હતી અને આકાશના પુત્રએ અધિકારીને માર માર્યો હતો. માર મારવાથી બાયસની હાલત ગંભીર થઇ છે. જોકે અત્યારે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.