ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લા ના મોડાસા  પાસે આવેલા ગાજણ ટોલનાકા ખાતે મોડાસા રૂરલ પી.એસ.આઇ. એસ.એચ.શર્મા. તેમના પોલીસ સ્ટેશન ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતાં હતાં તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન તરફથી આવતી આઇસર ગાડી નં. આર.જે.૧૮.જી.બી.૩૩૮૮ નં. ની આઇશર માં પાટેશન મારી ગુપ્ત ખાના બનાવી તેમાં ભારતીય બનાવટ નો વિદેશી ઇંગ્લિશ દારૂ ભરી મોડાસા તરફ જનાર છે જે હકીકત આધારે આઇસર ગાડી ની વોચ તપાસમાં રહી આઇસર ગાડી આવતા ગાડીમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોટલ નંગ. ૯૨૪ કિંમત રૂપિયા – ૪.૬૨૦૦૦/- તથા આઇસર ગાડી નંબર આર.જે.૧૮.જી.બી.૩૩૮૮ જેની કિ.રૂ. ૧૦.૦૦.૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૪.૬૨.૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અનીલ સીંગ ધરમવીર જાટ રહે. જાટલુહારી તા.જી. ભીવાની હરિયાણા તથા વિજય કુમાર રામ અવતાર ચમાર રહે. સીહરે તા. લુહારું જી. ભીવાની હરિયાણા આ બંને જણા ને પકડી પાડી ગુજરાત રાજ્યમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પ્રતિબંધક ઇન્ડિયામાં લાવી યેન કેન આ પ્રકારે ઘુસાડવાની દુનિયાને ઓફર કરી મુદ્દામાલ પકડવામાં મોડાસા રૂરલ પોલીસને સફળતા મળેલ છે અને આગળની તપાસ કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ એચ શર્મા એ હાથ ધરેલ છે

Contribute Your Support by Sharing this News: