ગરવીતાકાત,અરવલ્લી (તારીખ:-૨૩)
આજ રોજ અમદાવાદ ની કોર્ટયાર્ડ મેરીયોટ હોટલ ખાતે મિરલ ફાઊન્ડેશન અમદાવાદ  દ્વારા કેન્દ્રીય મંત્રી પુરસોતમ રૂપાલા,રીવાબા જાડેજા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ની ગ્લેમર ગર્લ રવિના ટંડન ની ઉપસ્થિતિમાં મા ગુજરાત રાજ્ય મા વિવિધ ક્ષેત્ર ના નામાંકિત વ્યક્તીઓ અને રાજ્ય ની શોભા વધારનાર હસ્તીઓ ને એવોર્ડસ આપી સન્માનીત કરાયા હતા જેમા અરવલ્લી જીલ્લા ક્રેડાઈ પ્રમુખ કમલેશ પટેલ ના જણાવ્યા મુજબ મોટી સંખ્યા મા ઊપસ્થીત જન મેદની વચ્ચે બિલ્ડીંગ ક્ષેત્રે “બેસ્ટ ક્વોલિટી ઈન સ્ટેટ અને નવા કોન્સેપટ”   નો એવોર્ડસ મોડાસા શહેર ની શાન સમા અને રિસોર્ટ નો અહેસાસ કરાવતી “દેવાયતનગર ૨” ના યુવાન અને ઉત્સાહી  ડેવલપર્સ નિકુલ(બંટી)પટેલ ને દેવાયત નગર ની સ્કીમ માટે કેન્દ્રીય મંત્રી પુરસોતમ રૂપાલા ધ્વારા એનાયત કરાયો હતો આ પ્રસંગે કમલેશ પટેલ દિલીપ પટેલ અને મેહુલ પટેલ ઊપસ્થીત રહ્યા હતા.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી