Congress
Photo Credit - @INCGujarat
એક તરફ રાજ્ય સરકાર વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 5 વર્ષ પુરા કર્યા હોવાથી ઉજવણી કરી રહી છે, એવામાં કોંગ્રેસે આ ઉજવણીને નિષ્ફળતાઓને છુપાવવામાંં માટે કરવામાં આવી રહી હોવાનો આરોપ મુકી ઠેર ઠેર સીવીલ હોસ્પિટલો સામે ધરણા – પ્રદર્શન કર્યા હતા. જેમાં #આરોગ્ય_બચાઓ_અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ ભેગા મળી કોરોનાથી મોત થયેલ દરેક પીડિત પરિવારને 4 લાખની સહાય આપવા માંગણી કરી હતી.
 
 
અમીત ચાવડાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા. જેમાં અમીત ચાવડાએ રાજ્ય સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, એક તરફ કોરોનાકાળમાં લાખો લોકો સુવીધાના અભાવે મોતને ભેટ્યા, બેરોજગારી તેની ઉચ્ચ સપાટીએ હોય, મોંઘવારી પણ નિયંત્રણ બહાર છે, ખેડુતોના માથે 90 હજાર કરોડનુ દેવુ છે એવામાં સરકાર ક્યા મોઢે ઉજવણી કરી રહી છે. સરકારે શરમ આવી જોઈયે.  આ દરમ્યાન ગાંધીનગર ખાતેથી પોલીસ દ્વારા કોંંગી કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી. 
 
ગાંધીનગર ખાતે અમીત ચાવડાની હાજરીમાં પ્રદર્શન, 2 ઓગસ્ટ 2021
તો બીજી તરફ રાજકોટની સિવિલ ખાતે પણ અર્જુન મોઢવાડીયાની હાજરીમાં કોગ્રેસે આરોગ્ય બચાવો અભિયાન અંતર્ગત ધરણા કર્યા હતા.  અહિયા પણ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી હતી.  અહિયા અર્જુન મોઢવાડીયાએ સરકાર ઉપર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીના સમયમાં રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ ખુલીને બહાર આવી ગઈ હતી. રાજ્યમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવર ઈન્જેક્સન ના અભાવે અનેક લોકો તરફડીને મોતને ભેટ્યા છે, સુવિધાઓની વાત તો દુર રહી લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા માટે દિવસો સુધી ધક્કા ખાવા પડ્યા હતા. માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરોમાં જ કોરોનાની બીજી લહેર દરમિયાન 2400 થી વધુ કોરોના દર્દીઓ સારવાર ના મળતા ઘરે જ મોતને ભેટ્યા હતા. લોકોએ પોતાના સ્વજનોને બચાવવા માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના બીલ ચુકવવા પડ્યા હતા. આ માટે નાણાંની વ્યવસ્થા કરવા સોનું પણ વેચવુ પડે તેવી હાલત થઈ ગઈ હતી. સરકારની લાપરવાહીના કારણે ગુજરાત માં 2.5 લાખથી વધુ લોકોના મોત થયા, હજારો બાળકો નિરાધાર થયા. તેમ છતાં આ બધી પરિસ્થિતી માટે ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી હોય તેમ વિજયભાઈ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુર્ણ થયાની ઉજવણી કરીને લોકોના જખ્મો પર મીઠું ભભરાવી રહી છે.
 
રાજકોટ સિવિલ બહાર ધરણા પ્રદર્શન કરતા અર્જુન મોઢવાડીયા,2 ઓગસ્ટ 2021
કોંગ્રેસે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે પણ હોસ્પિટલોમાં નિષ્ણાત ડોક્ટરોની 80% ટકા જગ્યાઓ ખાલી છે, સરકારી હોસ્પિટલો આઉટ સોર્સિંગ સ્ટાફ થી ચાલી રહી છે, ખાનગી હોસ્પિટલોને લોકોને લૂંટવાના ખુલ્લા પરવાના અપાયા છે. ઉત્સવ ઉજવીને ભાજપ સરકાર લોકોની ક્રુર મશ્કરી કરી રહી છે. ત્યારે લોકોના આરોગ્યને લઈને લાપરવાહ, નઘરોળ રાજ્યની ભાજપ સરકારને નિંદ્રમાંથી જગાડવા અને રાજ્યની કથળેલી આરોગ્ય સેવાઓનું ભાન કરાવવાનો સમય આવી ગયો છે.
 
સીવીલ હોસ્પિટલ, અસારવા ખાતે અમદાવાદ કોંગ્રેસ દ્વારા સરકાર વિરૂધ્ધ પ્રદર્શન, 2 ઓગસ્ટ 2021

રાજ્યના દરેક વિસ્તારમાં વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ પુર્ણ થતાં સરકારી ખર્ચે ઉજવણી કરવામાં આવી રહી છે એવામાં અમદાવાદની સીવીલ મુકામે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ પોસ્ટરો, બેનરો સાથે પ્રદર્શન કર્યુ હતુ. જેમાં  “નિષ્ફળતાઓની ઉજાણી, શરમ કરો રૂપાણી”, “સંવેદનહીન ભાજપ સરકાર બર્બાદ થયા અનેક પરિવાર” જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા રાજુ ભાઈ પરમાર સાથે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલા, હોસ્પિટલ કમિટી ના ચેરમેન ભીખુ ભાઈ દવે અને અન્ય કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: