મહેસાણા જીલ્લા ના અધીક મેજીસ્ટ્રેટ પ્રદીપસીંહ રાઠોડે આગામી સમયમાં આવતા ગણેશઉત્સવ અને મહોરમ જેવા તહેવારોમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે અને સાપ્રંદાયીક હીંસાને થતી અટકાવવાના ભાગ રૂપે જાહેરમાં શસ્ત્રો રાખવા ઉપર પ્રતીબંધ મુક્યો છે.

આ પ્રતીબંધ જીલ્લાના તમામ વિસ્તાર ગ્રામ્ય અને શહેરમાં 30 ઓગસ્ટ 2020 સુધી અમલમાં રહેશે. તલવાર,ચપ્પુ,સોટા,લાકડી,ભાલા અથવા  શારીરીક ઈજા પહોચાડી શકે તેવા સાધનો હથીયારો  સાથે રાખવાનુ કે એકઠ્ઠા કરવા પર પ્રતીબંધ મુક્યો છે અને જલદી સળગી ઉઠે એવા પદાર્થોને બનાવવાનુ કે એકઠ્ઠુ કરવા પર પણ પ્રતીબંધ મુક્યો છે. આ ઉપરાંત કોઈ પણ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મસાલો સાથે લઈ જવા, પત્થર અથવા પત્થર જેવા પદાર્થો જે ફેંકી ને કોઈ ને નુકશાન કરી શકાય એવા સાધનો સાથે રાખવા કે ભેગા કરવા ઉપર પ્રતીબંધ મુક્યો છે. 

મહેસાણા જીલ્લા મેજીસ્ટ્રેટે આક્રમક ભાષણ આપવુ કે, નનામીઓ,પુતળા કાઢવાનુ કે ચાળા પાડવાનુ કે અસભ્ય પ્રેરે જો નીતી ભંગ કરતા ચીત્રો તૈયાર કરે,અસભ્ય વાણી વિલાસ, પ્લેકાર્ડો  જેનાથી સામાજીક અને ધાર્મીક સોહાર્દ બગડતુ હોય તો એની ઉપર પ્રતીબંધ ફરમાવ્યો છે.

માનવામાં આવે છે કે, મહેસાણા જીલ્લા મેજીસ્ટ્રેટની આ અગમ ચેતી ફેબ્રુઆરીમાં થયેલા દીલ્લી દંગા અને ગયા મંગળવારે કર્ણાટકમાં થયેલી હીંસાને ધ્યાનમાં લઈ આ પગલા ભરવામાં આવ્યા છે. વર્તમાન પરીસ્થીતિઓ ઉપર  જો  ધ્યાન આપવામાં આવે તો આપણા દેશની સર્વધર્મ સમભાવ ની ભાવના ધીરે-ધીરે ઓછી થઈ રહી હોય તેવુ પ્રતીત થઈ રહ્યુ છે.

Contribute Your Support by Sharing this News: