મહેસાણાના દૂધ સાગર ડેરીના ગેસ્ટહાઉસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની એકાએક મુલાકાતથી અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી. જા કે આ અંગે દૂધ સાગર ડેરીના એમ.ડીને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ તળેટીમાં ઠાકોર સમાજના લગ્નોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા જ્યાંથી દૂધ સાગર ડેરીની મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું. મહેસાણા દૂધ સાગર ડેરીના ગેસ્ટહાઉસમાં કોંગ્રેસના દિગ્ગજા પૈકી અમીત ચાવડા, ભરતસિંહ સોલંકી, ભરત ઠાકોર, જગદીશ ઠાકોર, એ.જે.પટેલ સહિતના અગ્રણીઓનું મોંઘજીભાઇ દ્વારા સ્વાગત કરાયું હતું. મહત્વનું છે કે આમ પણ દૂધ સાગર ડેરી ભાજપની સરકારથી નારાજ છે જેને લઇ ખુલ્લુ સમર્થન દૂધ સાગર ડેરીના સત્તાધીશોએ કોંગ્રેસને જાહેર કર્યુ હતું. ત્યારે દૂધ સાગર ડેરી દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલા સમર્થનને પગલે કોંગ્રેસના દિગ્ગજોન્ દૂધસાગર ડેરીના સત્તાધીશોને મળી આભાર માનવા પહોંચ્યા હોવાનું પણ કહેવાય છે. કોંગ્રેસના અગ્રણીઓની ઓચિંતી મુલા

કાત લઇને પણ અનેક અટકળોનો દોર શરૂ થવા પામ્યો હતો.  દૂધસાગર ડેરી માં કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ પોહચ્યા વિપુલ ચૌધરી સહિત મોંઘજીભાઈ ચૌધરીએ કર્યું સ્વાગત અમિત ચાવડા ભરતસિંહ સોલંકી બેચરાજી અને કલોલ ના ધારાસભ્ય સહિત જગદીશભાઈ ઠાકોર ઉપસ્થિત મહેસાણા લોકસભા સીટ ના ઉમેદવાર એ જે પટેલ પણ ઉપસ્થિત દૂધસાગર ડેરી ના ગેસ્ટ હાઉસ માં યોજી ગુપ્ત બેઠક ગત લોકસભા માં ડેરી ઘ્વારા ભાજપ ના વિરોધ માં શરૂ કર્યો હતો પ્રચાર કોંગ્રેસ ની ડેરી ના સત્તાધીશો સાથે ની બેઠક થી અનેક અટકળો

Contribute Your Support by Sharing this News: