ટીકટોક યંગસ્ટર્સમાં બહુ જ પોપ્યુલર છે. લોકો પોતાના વીડિયો બનાવીને શેર કરતા હોય છે. પોલીસ જેવી કાયદો અને વ્યવસ્થા જાળવતી નોકરી પર પોલીસ સ્ટેશનમાં બેસીને ટીકટોક વીડિયો બનાવવાની બાબત સામે આવી છે. મહેસાણાના એક પોલીસ સ્ટેશનમા બનાવેલો tiktokનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોલીસ વિભાગની ધજ્જિયા ઉડી છે. એક મહિલા પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવીને અપલોડ કર્યો છે. 

   
ગરવીતાકાત,મહેસાણા :ટીકટોક યંગસ્ટર્સમાં બહુ જ પોપ્યુલર છે. લોકો પોતાના વીડિયો બનાવીને શેર કરતા હોય છે. પોલીસ જેવી કાયદો અને વ્યવસ્થા જાળવતી નોકરી પર પોલીસ સ્ટેશનમાં બેસીને ટીકટોક વીડિયો બનાવવાની બાબત સામે આવી છે. મહેસાણાના એક પોલીસ સ્ટેશનમા બનાવેલો tiktokનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોલીસ વિભાગની ધજ્જિયા ઉડી છે. એક મહિલા પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવીને અપલોડ કર્યો છે. મહિલા પોલીસકર્મીનો વીડિયો વાઈરલ થયો છે. પોલીસ સ્ટેશનના લોકઅપ પાસે વીડિઓ બનાવી તેને ટિકટોકમાં અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, તે ક્યાંનો છે અને કોનો છે તે વિશે હજી પુષ્ટિ થઈ નથી.
વીડિયો અને કર્મચારી અંગે તપાસ કરીશું: આ વીડિયો મામલે મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું કે, આ વીડિયો મારા ધ્યાને આવેલો છે, કયા કર્મચારી અને કયા પોલીસ સ્ટેશનો છે તે વિશે તપાસ કરીશું. ઓન ડ્યુટી કરેલો છે કે ઓફ ડ્યુટીનો છે તે પણ ચેક કરીશું. પોલીસ ખાતુ ડિસીપ્લીનવાળુ ખાતુ છે, એટલે જ તેને યુનિફોર્મવાળી જોબ કહેવાય છે, તેથી આ મામલે ચેક કરીને કાર્યવાહી કરીશું. વીડિયો ગમે ત્યાંનો હોય પોલીસ ખાતામાં શિસ્ત હોવી જરૂરી છે.
Contribute Your Support by Sharing this News: