મહેસાણા ના કડીમાં એક માતાએ  નિર્દયતાની તમામ હદ વટાવી નાખી  ૧૧ દિવસ પહેલા પોતાના કોખે જન્મેલ બાળકી ને  પોતાના ઘરના પાણી ના હોજમાં ફેકી ઉતારી નાખી મોતને ઘાટ આખિર કેમ બની એક માતા હત્યારી જોઈએ આ અહેવાલમાં  માં શબ્દ સાથે પ્રેમ કરુણા અને વિશ્વાસ જોડેલ છે પણ મહેસાણા ના કડી સહેરમાં એક નિર્દય માતાએ પ્રેમના તમામ શબ્દને ભુલાવી પોતાનીજ ૧૧ દિવસ ની બાળકી ને મોત ને ઘાટ ઉતારી નાખી જરા જો આ યુગલ ને  નરેશ ખાનચંદાની અને મનીષા એ ૨૦૧૫ માં  ઘરે થી ભાગી પ્રેમ લગ્ન કરેલ જોકે પ્રેમ લગ્ન કર્યા બાદ ૨૯/૪/૨૦૧૯ ના રોજ આ દંપતી ને ત્યાં એક બાળકીનો જન્મ થયેલ તેવામાં તારીખ ૭/૫/૨૦૧૯ ના રોજ આ બાળકી બીમાર પડતા તેને ખાનગી હોસ્પીટલમાં  સારવાર માટે લઇ ગયા અને ત્યાર બાદ તારીખ ૯ ૫/૨૦૧૯ ના રોજ બાળકી ને ઘરે લાવેલા જોકે  ત્યાર બાદ તારીખ ૧૦ /૫/૨૦૧૯ ના રોજ સવારે ૧૦ વાગે નરેશ  ખાનચંદાણી  ઘરે થી દૂધ લેવા બહાર જાય છે ત્યારે તેની પત્ની મનીષાએ પોતાની બાળકી ને ઘરમાં આવેલ પાણી ની હોજમાં ફેકી દીધી જોકે નરેશ પોતાના ઘરે આવતા બાળકી ન જોવા મળતા બાળકી ની શોધખોર શરુ કરેલ અને ત્યાર બાદ બાળકી પાણી ના હોજમાં માંથી મળી આવેલ જોકે બાળકીના પિતા ના કહેવા મુજબ માતા એ પોતાની બાળકી ની હત્યા એટલા માટે કરી કારણ કે  બાળકી જન્મી ત્યારથી બીમાર રહતી હતી અને અવાર નવાર બાળકી ને હોસ્પિટલ માં સારવાર માટે લઇ જવી પડતી હતી તેવામાં ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે બાળકી ને મોતને ઘાટ ઉતારી નાખી જોકે બીજી તરફ પોતાનીજ માતા એ બાળકી ની હત્યા કરતા બાળકીના પિતા એ કડી પોલીસ મથકમાં ફરિયાદ આપેલ જે આધારે કડી પોલીસે પત્ની સામે પતિ એ ગુનો નોધાવતા કડી પોલીસે હત્યા કરનાર માતા ની ધરપકડ કરી છે અને  બાળકી ની હત્યા નું સાચું કારણ શોધી રહ્યા છે કડીમાં માતા  એજ પોતાની ૧૧ દિવસ ની કુમળી બાળકી ને પાણીમાં ડુંબાળી હત્યા કરતા  સહેરમાં હત્યા કરનાર માતા સામે ફિટકાર જોવા મળી રહ્યો છે  તો બીજી તરફ પોલીસે માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
મહેસાણાઃ માતા… જે પોતાના સંતાનને દુનિયામાં પ્રથમ શ્વાસ લેવાનું પગથિયું બને છે, એ જ તેને મોતને ઘાટ ઉતારે તે એક તબક્કે માની ન શકાય તેવી બાબત છે અને તેમાંય માત્ર 12 જ દિવસના ફૂલ જેવા કોમળ બાળકની હત્યા કરતાં સામાન્ય વ્યક્તિના પણ હાથ કાંપી જાય તેવામાં કયા સંજોગોમાં મહેસાણામાં માતાએ પોતાના જ બાળકની હત્યા કરી તે અચરજ પમાડનાર છે.મહેસાણાના કડિ ખાતેના લુહારકુઈની ઊંડીફળીમાં આ ઘટના બની છે જ્યાં માતાએ 12 દિવસની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ અંગે બાળકીના પિતાએ તેની માતાના સામે ફરિયાદ નોંધાવી છે. એટલે કે પતિએ જ પત્ની સામે પોતાના સંતાનની હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર, મહેસાણાના કડી ખાતેના લુહારકુઈ, ઊંડીફળીમાં રહેતી મનીષા ખાનચંદાણીના વર્ષ 2015માં પ્રેમ લગ્ન થયા હતા. મનિષા તેના પતિ સાથે ભાડાના મકાનમાં અહીં રહે છે. તેનો પતિ રેડિમેઈડ કાપડનો ધંધો કરે છે. લગ્નજીવન દરમિયાન તે ગર્ભવતી બની હતી અને તેઁણે બાળકીને જન્મ આપ્યો હતો. 29 એપ્રિલે તેમના ઘરે લક્ષ્‍મીનો જન્મ થયો હતો. બાળકી જન્મ બાદ બિમાર થઈ ગઈ

હતી જેથી તેની સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હોસ્પિટલમાં બાળકીને 1 મેથી 7 મે સુધી રાખવામાં આવી હતી.થોડા દિવસ બાદ 10મી તારીખે મનિષાનો પતિ જ્યારે સવારે દુધ લેવા ગયો તે વખતે મનિષાએ બાળકીને પાણીની ટાંકીમાં નાખી દીધી હતી. જ્યારે પતિ પાછો ઘરે આવ્યો ત્યારે દીકરી પોતાની માતા પાસે જોવા મળી નહીં. જેથી દીકરીની શોધખોળ શરૂ કરી હતી. બાળકીનો મૃતદેહ પછી પાણીની ટાંકીમાંથી મળ્યો હતો.બાળકીને તુરંત તેઓ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તપાસ્યા બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતના બે દિવસ બાદમાં મનિષાને પોતાના કર્યા પર પછતાવો થવા લાગ્યો જેથી તેણે કબુલી લીધું કે પોતે જ બાળકીને પાણીની ટાંકીમાં નાખી દીધી હતી અને પછી ઢાંકણું પણ બંધ કરી દીધું હતું. પતિએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મનિષા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આવું નિર્દય પગલું તેણે કેમ ભર્યું તેની માહિતી હજુ જાણી શકાઈ નથી.

બીજા સાથે સમાચાર શેર કરો.