પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૪)

પોલીસ મહાનિદેશક સા. શ્રી, ગાંધીનગરનાઓએ પ્રોહીબીશન પ્રવુતી નેસ્ત નાબુદ તેમજ કેસોશોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોઇ જે અનુસંધાને મે . પોલીસ અધિક્ષકસાશ્રી મહેસાણા નાઓએ મહેસાણા જિલ્લામાં પ્રોહીબીશન/જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહેસાણા એસ.ઓ.જી પો.ઇન્સ. તથા પો.સ.ઇ અને સ્ટાફના માણસો સાથે મહેસાણા મીઠા ચોકડી થી જોટાણા તરફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે માંકણજ જોટાણા નજીક ચર્મકુંડ પાછળ પડતર ખુલ્લા ચરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો સપ્લાય થાય છે તે આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં એક ક્વાલીસ ગાડી નં-GJ 01 Hc 2031 તથા એક વર્ઝા ગાડી નં-GJ 01 HL 9345 જે બન્ને ગાડીમાંથી ભારતીય બનાવટના જુદા – જુદા માર્કોની વિદેશી દારૂની બોટલ નંગ ૩૦૮૪ કિ રૂ.૯,૭૫,૦૦૦/- તથા બન્ને ગાડીની કિં.રૂ-૩,૫૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૩,૨૫,૬૦૦/- નો પકડી પાડી સોલંકી કિરણજીની ઉર્ફે કિલીયો ભુપતજી રહે – જોટાણા તથા બન્ને વાહન ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .