કડીના બોરીસણા ગામની સીમમાંથી મહેસાણા એસ.ઓ.જી.ની ટીમે એક શખ્સને ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમી આધારે બોરીસણા ગામની સીમમાં આવેલી સૌરાષ્ટ્ર કેનાલની પાસેથી આ આરોપી ઝડપાયો હતો. 

આ પણ વાંચો – ચાલાસણ(કડી) ગામની સીમમાંથી ગેરકાયદેસર બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી મહેસાણા એસ.ઓ.જી પોલીસ

મહેસાણા પોલીસ એટીએસ ચાર્ટર મુજબની કામગીરીમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળેલી કે કડી તાલુકાના બોરીસણા ગામની સીમમાં એક ઈસમ ગેરકાયદેસર હથીયાર સાથે રાખી ફરી રહ્યો છે. પોલીસે આ બાતમી આધારે સ્થળે પહોંચી આરોપીને હથીયાર સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી પાસેથી ગેરકાયદેસર બંદુક મળી આવેલ. આરોપીનુ નામ ઠામ પુછતા સીંધી(ડફેર) દીલુભાઈ મંહમદભાઈ જાણવા મળેલુ જે કડીના મેડાનો રહેવાશી છે. મહેસાણા એસ.ઓ.જી.એ આરોપીને ઝડપી તેની વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ 25(1બી)(એ) ગુનો દાખલ કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: