ગરવી તાકાત
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસમાં સજા ભોગવતો આરોપી પેરોલ ઉપર બહાર નીકળ્યો હતો, પરંતુ તેની અવધી પુરી થતા તે જેલના પોલીસ કર્મીઓના ધ્યાન બહાર ફરાર થઈ ગયો હતો. 
જેની સુચના નાસતા ફરતા તેમજ પેરોલ/ફર્લો/વચગાળાના ફરારી આરોપીઓને પકડવા માટે સુચના મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડેને પણ મળેલ હતી. માટે આ આરોપીની શોધખોળ ઘણા સમયથી થઈ રહી હતી ત્યારે પોલીસના બી.એચ.રાઠોડ સા. એલ.સી.બી મહેસાણાનાઓના માર્ગદર્શન  હેઠળ  PSI એસ.બી.ઝાલા,Asi કિરીટભાઈ તથા Hc હરેન્દ્રસિંહ તથા શૈલેશભાઈ તથા પો.કોન્સ મનીષભાઈ તથા ડ્રા.પો.કો. કાન્તિભાઈ, નાઓ સાથે તા.27/08/2020 ના રોજ રાત્રીના પેટ્રોલિંગમા વિજાપુર પો.સ્ટે વિસ્તારમા હતા તે દરમિયાન સાથેના કિરીટભાઈ/હરેન્દ્રસિંહ ને સયુંકત બાતમી મળી હતી કે વિજાપુર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.ન.199/2008 ઇ.પી.કો.ક.302 વિ.ના કામે જેને સજા પડેલ છે.

આ પણ વાંચો –  મહેસાણા બી ડિવિઝન પો. સ્ટે.  ના વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

અને હાલ અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના આરોપી નિલેષભાઈ કચરાભાઈ રાવલ રહે. રણાસણ તા. વિજાપુર જી.મહેસાણાવાળો પેરોલ રજા ઉપર બાર આવ્યો હતો અને  તા.17/07/2020 ના રોજ હાજર થવાનુ હોય જે હાજર નહી થઇ પેરોલ ઉપરથી ફરાર થઈ ગયેલ હતો. જે હાલ તેના ઘરે હાજર હોવાની ચોક્કસ હકીકત મળતા તા.27/08/2020 ના કલાક 04/00 વાગ્યે આરોપીને પકડી હસ્તગત કરી કોવિડ-19 નો ટેસ્ટ કરાવી યોગ્ય જાપ્તા સાથે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.આમ સદર આરોપી પેરોલ રજા મેળવી જેલ ખાતે હાજર નહી થઈ ફરાર હોઇ તેને પકડી પાડવામા સફળતા મેળવેલ છે*
Contribute Your Support by Sharing this News: