છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહેસાણા એલ.સી.બી.પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૨)

નંદાસણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૪/૧૮ ઇ.પી.કો.કલમ-૩૯૫, ૩૯૭.૪૩૬, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨)તથા જી.પી.એકટ.૧૩૫ ના ગુન્હાના કામે છેલ્લા  વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. મહેસાણા

પોલીસ અધિક્ષકશ્રી મનિષ સિંહ સાહેબ નાઓએ મહેસાણા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની સુચના કરેલ હોઇ જે અનુસંધાને અમો એસ.એસ.નિનામા પો.ઇન્સ. એલ.સી.બી નાઓએ કરેલ સુચના મુજબ પો.સ.ઇ.શ્રી આર.જી. ચૌધરી   તથા એ.એસ.આઇ.જહીરખાન ઇબ્રાહીમખાન, એ.એસ.આઇ.ચતુરજી વિરસંગજી .પો.કો જોરાજી કડવાજી વગેરે.સ્ટાફના માણસો નંદાસણ પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હા અટકાવવા તથા શોધવાની કામગીરીમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નંદાસણ ગામે આવતાં  એ.એસ.આઇ. ચતુરજી વિરસંગજી તથા .પો.કો જોરાજી કડવાજી નાઓને ખાનગીરાહે બાતમીદારોથી હકીકત મળેલ કે આ કામેનો નાસતો-ફરતો આરોપી ઠાકોર દિલાજી છગનજી રહે.સરસાવ તા.કડી જી.મહેસાણા વાળો હાલમાં નંદાસણ મહેસાણા હાઇવે ગણેશપુરા પાટીયા પાસે ઉભો હોવાની ચોક્કસ બાતમી મળતા જે હકિકત આધારે ઉપરોકત સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં જઇ તપાસ કરતાં ઠાકોર દિલાજી ઉર્ફે દિવાનજી છગનજી મળી આવતાં તેને પકડી ઉપરોકત ગુન્હા બાબતે પુછતા ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકીમાં છે તેમ જણાવતાં આજરોજ તા.૦૨/૧૨/૨૦૧૯ નારોજ સી.આર.પી.સી કલમ ૪૧ (૧)આઇ મુજબ કલાક- ૧૩/૧૦ વાગે અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારૂ નંદાસણ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

ગમ્યું તો આગળ શેર કરો.