પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહેસાણા એલ.સી.બી પોલીસ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૪)

મહાનિદેશક સા.શ્રી, ગાંધીનગરનાઓએ પ્રોહીબીશન પ્રવુતી નેસ્ત નાબુદ તેમજ કેસો શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોઇ જે અનુસંધાને મે. પોલીસ અધિક્ષકસાશ્રી મહેસાણા નાઓએ મહેસાણા જિલ્લામા મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ પ્રોહીબીશન / જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહેસાણા એલ.સી.બી પો.ઇન્સ.તથા પો.સ.ઇ અને સ્ટાફના માણસો સાથે મહેસાણા તાલુકા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે ફતેહપુરા સર્કલ પાસે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર હોઈ જે ને કોર્ડન કરી પકડી લઈ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-૧૮૦ કિ રુ.54,000 / – તથા મોબાઈલ નંગ-૧ તથા મહિન્દ્રા જીતો ગાડી સાથે કુલ મુદ્દામાલ કિ . રૂ . 3 , 59 , 500 /- સાથે આરોપી રબારી જોગરામ જીવારામ રહે. હાદેચા તા. ચિતલવાડા જી. ઝાલોર ( રાજસ્થાન ) વાળા ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

શેર કરવા અહીં ક્લિક કરો.