દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી
દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી

મહેસાણા LCB એ છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને દારૂના ગુનાના આરોપીને દબોચી લીધો છે. LCB એ આ કાર્યવાહી બાતમી આધારે કરી હોવાનુ સામે આવ્યુ છે. જેમાં  આજથી 1 વર્ષ પહેલા રૂ. 63 લાખનો દારૂ પકડાયો હતો, તેનો આરોપી ફરાર હતો. LCB એ કાર્યવાહી કરી સાંથલ પોલીસને સોંપ્યો છે.

મહેસાણા LCB ની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે ટીમને બાતમી મળી હતી કે, આજથી 1 વર્ષ પહેલા સાંથલ વિસ્તારમાંથી રૂ. 63,69,400 રૂપીયા જે દારૂ ઝડપાયો હતો. તે ગુનાનો નાસતો ફરતો આરોપી  જોટાણા બસસ્ટેન્ડ પાસે ઉભો છે. જેથી આ બાતમી આધારે LCB ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ આરોપીને દબોચી લીધો હતો.

ઝડપાયેલ આરોપીનુ નામ ઝાલા અજીતસિંહ વનરાજસિંહ હોવાનુ સામે આવ્યુ છે. જેનુ ગામ, કટોસણ ધનપુરા, તાલુકા જોટાણા, જી. મહેસાણાવાળો હોવાની વિગત સામે આવી છે.

Contribute Your Support by Sharing this News: