મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી, મનિષ સિંહ  સાહેબ નાઓએ પ્રોહીબિશન/જુગાર ના કેસો શોધી કાઢવા સારૂ સૂચના કરેલ. જે અનુસંધાને આજરોજ અમો એસ.એસ.નિનામા,પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મહેસાણા તથા PSI આર.કે. પટેલ તથા ASI હીરાજી. રત્નાભાઇ, અ.હેડ.કો  નરેન્દ્રસિંહ. રશમેન્દ્રસિંહ. લાલાજી,મહેન્દ્રભાઈ, નિલેશભાઈ,વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો કડી ટાઉન માં પેટોલીગ માં હતા  અને કડી  એન.સી દેસાઈ પેટોલ   પંપ પાસે આવતા સાથે ના હેડ કોન્સ  રશમેન્દ્રસિંહ તથા લાલાજી ને  ખાનગી રાહે હકીકત મળેલ કે કડી  શાંતિવન સોસાયટી  માં રહેતા સોંલકી મયુર જશવંતભાઈ ના રહેણાંક મકાન માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ/બિયર નો જથ્થો ઉતારેલ છે અને હાલ માં વેચાણ ચાલુ હોઈ પંચો સાથે સદર બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા સોંલકી મયુર જશવંતભાઈ હાજર મળી આવેલ જેને સાથે રાખી ઘર માં તપાસ કરતા ઘર ના પ્રથમ રૂમ માં પલંગ નીચે થી  દારૂ/બિયર બોટલો નંગ 393 કિંમત રૂપિયા 66,060 નો મુદ્દામાલ પકડી પાડેલ અને કડી પોલીસ સ્ટેશન માં ગુન્હો રજી કરાવેલ છે

બીજા સાથે સમાચાર શેર કરો.