ક્રાઈમ@ પ્રોહીબિશનનો વધુ એક ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહેસાણા એલ.સી.બી. પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૬)

મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી, મનિષ સિંહ  સાહેબ નાઓએ પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા સારૂ સૂચના કરેલ. જે અનુસંધાને અમો એસ.એસ.નિનામા,પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા તથા પો.સ.ઇ.શ્રી આર.કે.પટેલ, તથા અ.હેડ.કો નાસીરબેગ તથા પો.કો. વનવીરસિંહ વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો બહુચરાજી પો. સ્ટે વિસ્તારમાં મિલકત સંબંધિત ગૂન્હા અટકાવવા ખાનગી વાહન માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કાલરી  ગામ થી બહુચરાજી રોડ ઉપરથી એક અર્ટીકા ગાડી નં જીજે ૦૨ બીપી ૮૫૩૨ ના ચાલક  કુલદીપ કુમાર ભરતભાઈ બારોટ રહે મહેસાણા તથા બાજુ માં બેસેલ ઈસમ હર્ષિત કુમાર રમેશભાઈ પ્રજાપતિ રહે. મહેસાણા વાળાઓની  અર્ટીકા ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો નંગ-૬૮ કિ.રૂ.૩૪૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૩ કિ.રૂ.૧૨,૫૦૦/- તથા અર્ટીકા ગાડી કિ. રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૪૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લીધેલ અને સદર દારૂનો જથ્થો કયાંથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા સિંધી ગનીભાઇ આરબભાઇ રહે.લશ્કરી કુવા, મહેસાણાવાળા પાસે થી લાવેલા હોવાનું જણાવતા હોઇ તેઓ ત્રણે વિરૂધ્ધ બહુચરાજી પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૨૬૦/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.

ગમ્યું તો આગળ શેર કરો.