ચોરીના પલ્સર મોટર સાયકલ સાથે  આરોપીને પકડી પાડતી મહેસાણા એલ.સી.બી. પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા 

મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી, મનિષ સિંહ  સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે અનુસંધાને અમો એસ.એસ.નિનામા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,મહેસાણા નાઓએ  સ્કોડ ના માણસો ને સૂચના કરેલ. જે અનુસંધાને આજરોજ PSI આર. કે. પટેલ  સંકલનક્ક્ષ તથા ASI હીરાજી, રત્નાભાઇ, હે.કો. રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ,મહેન્દ્રભાઈ, નિલેશભાઈ, રશમેન્દ્રસિંહ, લાલાજી, હર્ષદસિંહ, મુકેશભાઈ, વનવીરસિંહ  મહેન્દ્રસિંહ, સંદીપકુમાર વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સાંથલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મંગુના દેલોલી ચાર રસ્તા પાસે  આવતા  તે દરમ્યાન સાથે ના હે.કો. નરેન્દ્રસિંહ , તથા લાલાજી નાઓને સંયુકત બાતમી મળેલ કે, મંગુના  દેલોલી ચાર રસ્તા પાસે એક ઇસમ ચોરી નું પલ્સર મો સા નંબર GJ 01KD 1143 નું લઈ ઊભો હોઈ જેને કોર્ડન કરી મોટર સાયકલ સાથે ઉભો રાખી તેનુ નામ પુછતા ઝાલા   મહાવીરસિંહ ભીખુભા  રહે મગુના  તા જી મહેસાણા વાળો હોવાનુ જણાવેલ અને સદર મોટર સાયકલ  બાબતે સાધનિક કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતાં. સદર મોટર સાયકલ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનુ જણાઇ આવતા કિ.રૂ 25000/-નુ ગણી સી.આર.પી.સી. ક.૧૦ર મુજબ કબજે લઇ ઉપરોકત ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે.

ગમ્યું તો આગળ શેર કરો.