પ્રતીકાત્મક
મહેસાણા એલ.સી.બી.એ આજે કડી પોલીસ સ્ટેશનમા વિસ્તારના કડી છત્રાલ રોડ ઉપર અણખોલ પાટીયા પાસેથી  ત્રણ જુગારીઓને દબોચી લીધા હતા. જેમાં તેમની પાસેથી 18 હજાર રોકડા સાથે મોબાઈલ મળી કુલ 23 હજારના મુદ્દા માલ ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો – 38,23,200 રૂ. નો દારૂ ઝડપાયો, દારૂની પેેટીઓનુ અલગ પાડવાનુ સેંટીંગ શોધતા ત્રણ આરોપી મહેસાણા પોલીસના સંકજામાં

મહેસાણા એલસીબીના સ્ટાફનાં માણસો કડી પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધવા સારૂ પેટ્રોલિગમા હતાં તે દરમ્યાન ફરતાં ફરતાં કડી છત્રાલ રોડ ઉપર અણખોલ પાટીયાં પાસે આવતા ખાનગી બાતમી મળેલ હતી. જેમાં  નરેશજી દારકાજી ઠાકોર રહે.અણખોલ,તા.કડી તેમજ રમેશજી શકરાજી ઠાકોર રહે.ગાયનાં ટેકરા તા.કલોલ અણખોલ ગામની સીમમાં આવેલા ચંદુજી હીરાજી નાં ખેતરમાં પોતાના અંગત આથિઁક ફાયદા માટે હારજીત નો ગંજીપાના જુગાર રમી રમાડી રહયા હતા.  જે  બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરતાં ખેતર ખુણાનાં ખુણા ઉપર જાડ નીચે ગોળ કુડાળુ વળી જુગાર રમતાં હતા. જેથી તેમની ઉપર રેડ કરતા જુગાર રમવા બેસેલ ઈસમોની નજર પોલીસ ઉપર પડતાં જ જુગારીઓ દોડવા લાગ્યા હતા. પરંતુ એલ.સી.બી. દ્વારા જતાં ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ રેડમાં અન્ય બે ઈસમો નાસી જવામાં સફલ રહ્યા હતા. જેથી એલ.સી.બી. દ્વારા પાંચ ઈસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયઁવાહી હાથધરી છે.

પકડાયેલા જુગારીઓને નામ સરનામું

ભરતજી મફાજી ઠાકોર,રહે.કોરદા તા.કડી

સાબીરભાઈ અહેમદભાઈ ચૌહાણ,રહે.રહીમપુરા કલોલ,કસ્બા

નિમેષકુમાર અમરતભાઈ પટેલ,રહે.પુધરા તા.માણસા,જી.ગાધીનગર

(રહે.૫૦૧ ગણેશસોસાયટી ચેનપુર અમદાવાદ)

નાસી છુટેલ જુગારીઓ નાં નામ

નરેશજી દારકાજી ઠાકોર રહે,અણખોલ.તા કડી

રમેશજી શકરાજી ઠાકોર રહે.કલોલ ગાયોના ટેકરા કલોલ

રીપોર્ટ – જૈમીન સથવારા
Contribute Your Support by Sharing this News: