રાજ્યમાં સૌ પ્રથમ મહેસાણા જિલ્લાએ ઓનલાઇન બજેટ રજુ કર્યું

ગમ્યું તો આગળ શેર કરો.

આમ આદમી માટે ક્યુ.આર કોડ અથવા કર્મયોગી પોર્ટલ પર બજેટ ઉપલ્બધ

મહેસાણા જિલ્લાના સર્વાંગિ વિકાસ માટે રૂ.૭૩.૩૮ લાખ પુરાંતવાળું બજેટ મંજુર કરાયુ

———————————————————————–——————————-

આરોગ્ય એ.ટી.એમ મશીન

દાંતના રોગી બાળકો માટે દશન સંસ્કાર

રોગ નિયંત્રણ જાગૃતિ શિબિર કેમ્પ માટે વિશેષ જોગવાઇ

ગ્રામ્ય કક્ષાએ વસ્તીના ધોરણે સ્ટીલના બાંકડા મુકાશે

કુપોષણ નાબુદી માટે રૂ.૫૦.૪૦ લાખની જોગવાઇ

———————————————————————-——————————–

સમગ્ર વહિવટીતંત્ર અસરકારક,નવસર્જનાત્મક,લોકાભિમુખ અને પ્રગતિશીલ બને તે દિશામાં કટિબધ્ધતા- જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય..દક્ષિણી

મહેસાણા જિલ્લા પંચાયતનું રાજ્યમાં સૌ પ્રથમ ઓનલાઇન બજેટ રજુ કરવામાં આવ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણી દ્વારા નવતર પ્રયોગના સ્વરૂપે રજુ કરેલ ઓનલાઇન બજેટ આમ આદમી આંગળીના ટેરવે જાણી શકશે. મહેસાણા જિલ્લા પંચાયતનું ઓનલાઇન બજેટ સામાન્ય નાગરિક ક્યુ.આર કોડ સ્કેન કરીને અથવા કર્મયોગી પોર્ટલ das.karmyogimehsana.in  પર સંપુર્ણ માહિતી જાણી શકાશે

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રૂ.૭૩.૩૮ લાખનું પૂરાંતવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત મહેસાણામાં ૨૦૨૦-૨૧માં સ્વભંડોળ સદરે રૂ.૧૫.૮૪ કરોડ તેમજ સરકારી દરે રૂ.૧૨૫૦.૪૦ કરોડ એમ મળી કુલ રૂ.૧૨૬૬.૨૪ કરોડ ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે.આ ઉપરાંત ૨૦૨૦-૨૧ના સ્વભંડોળમાં રૂ.૧૬.૫૭ કરોડ તેમજ સરકારી સદરે રૂ.૧૨૫૦.૪૦ કરોડ એમ મળી કુલ રૂ.૧૨૬.૯૭ કરોડની આવકની જોગવાઇ કરવામાં આવેલ છે.

જિલ્લા પંચાયત દ્વારા આ વર્ષે વિકાસ,સમાજ કલ્યાણ,આર્યુવેદ,આઇ.સી.ડી.એમ,આરોગ્ય ક્ષેત્રોમાં નવીન યોજનાઓ માટે રૂ.૨૪૧.૪૦ રૂની જોગવાઇ કરવામાં આવેલ છે. આરોગ્ય ક્ષેત્રે હેલ્થ એ.ટી.એમ કિયોસ્કની ખાસ જોગવાઇ કરાઇ છે.ગ્રામ્ય કક્ષાએ મહિલાઓનો મેડીકલ રીપોર્ટ થઇ શકે તે માટે આ મશીન દ્વારા  ૧૨ જેટલા વિવિધ રિપોર્ટ સ્થળ પર કરવામાં આવશે.

ટીબી મુક્ત મહેસાણા માટે ટીબીના દર્દીઓ માટે પંચાયત દ્વારા ડીઝીટલ એક્સ રે મશીન મોબાઇલ વાન સાથે એટેચ કરી નિદાન કરવામાં આવનાર છે.આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે દાંતના રોગી પ્રાથમિક શાળાના બાળકો માટે દશન સંસ્કારની જોગવાઇ,આંગણવાડીના બાળકો માટે સુવર્ણ પ્રાશનની જોગવાઇ સહિત રોગચાળા નિયંત્રણની જાગૃતિ શિબિર માટે પણ  બજેટમાં વિશેષ જોગવાઇ કરાઇ છે.

જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વસ્તીના ધોરણે સ્ટીલના બાંકડા આપવાની જોગવાઇ કરવામાં આવી છે.પોષણ ક્ષેત્રે આંગણવાડીમાં સ્ટીલની પવાલી,લોખંડની કડાઇ અને લોખંડનો તવેતો આપવની જોગવાઇ કરા ઇછે. પ્રાથમિક શાળઆના બાળકો માટે વોટરબેગ,કંપાસ,લંચબોક્ષ અને સ્કુલ બેગ આપાવની જોગવાઇ કરાઇ છે.

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ ક્ષેત્રે રૂ.૬૦૪.૨૭ કરોડ,આર્યુવેદ અને આરોગ્ય ક્ષેત્રે રૂ ૭૭.૧૩ કરોડ,ખેતીવાડી ક્ષેત્રે રૂ.૦૬.૯૩ કરોડ, પશુપાલન ક્ષેત્રે રૂ.૨૦.૪૧ કરોડ,સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૦૫.૧૮ કરોડ,સિંચાઇ ક્ષેત્રે રૂ.૧૫.૩૭ કરોડ,જાહેર બાંધકામ ક્ષેત્રે રૂય૨૬૦.૬૯ કરોડ,આઇ.સી.ડી.એસમાં રૂ.૨૫.૪૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

મહેસાણા જિલ્લા પંચાયત અંદાજપત્રની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીલાબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી.જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા પંચાયના સભ્યશ્રીઓ,વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગમ્યું તો આગળ શેર કરો.