પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૫)

ખેરવા સ્થિત ગણપત યુનિ.ના બીએસસી કોલેજના પરિવાર અને કોલેજના સ્ટાફ અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં થયેલી મારામારીની ઘટનાએ ચકચાર જગાવી છે. ગુરૂવારે બપોરે ડિટેન કર્યાનો ફોન કરીને કોલેજ બોલાવેલા વિદ્યાર્થીએે કોલેજ સ્ટાફે એક નહી બે વખત મારમાર્યાનો આક્ષેપ કર્યો છે, જ્યારે કોલેજની વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને મોબાઇલ પર મેસેજ કરીને પરેશાન કરતો હોવાના મુદ્દે વિદ્યાર્થીને સમજાવવા બોલાવેલો પરંતુ તેને અને તેની માતાએ પ્રોફેસરો પર હુમલો કર્યાનો આરોપ કોલેજ સત્તાવાળાઓએ કર્યો હતો.તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઇ ઠક્કરે કહ્યું કે, બન્ને પક્ષે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.

કોલેજની વિદ્યાર્થિનીઓને મેસેજ કરતો હતો : પ્રોફેસર: કોલેજની વિદ્યાર્થિનીઓને મેસેજ કરતો હોઇ તેને સવારે 11.30 વાગ્યે બોલાવ્યો હતો.મેસેજ બાબતે પુછતા તેને કહ્યું કે,હુ બહેન માનુ છુ.તેની માતાએ પણ ફોન કરીને ડિટેન ના કરતા કહેતા તેને ઘરે મોકલ્યો હતો.ત્યાર બાદ તે તેની મમ્મી અને અન્યો સાથે સ્ટાફ ઓફિસમા આવી પાણી પી રહેલા પ્રોફેસરને પાછળથી લાફો મારી ઝપાઝપી કરી હતી.100થી વધુ વિદ્યાર્થીઓ ભેગા થઇ ગયા હતા.મહિલાએ અહી સૂઇ જઇને રિતસર હંગામો મચાવ્યો હતો.માતા,પુત્રને કોઇએ મારમાર્યો નથી.

ફોન કરી બોલાવી શિક્ષકોએ અસહ્ય મારમાર્યો : વિદ્યાર્થી: પ્રોફેસરે તને ડિટેન કરાયો છે કોલેજમા આવીને મળી જા તેવો ફોન કરતા હું સવારે 9 વાગ્યે કોલેજમાં ગયો હતો.મારી હાજરી 80 ટકા હતી અને ડિટેન લિસ્ટમા પણ મારૂ નામ ન હતુ.મને સ્પોર્ટસ ઓફિસમાં 2 કલાક બેસાડી રાખ્યો અને બે જણાએ પાણીની સ્ટીલની બોટલ,ધોકો અને લાતો મારેલી.આ સમયે મારા મોબાઇલમા મમ્મીએ ફોન કરીને મારા છોકરાનો કોઇ વાંક હોય તો હું માફી માંગુ છુ તેમ કહેતા તેમને મને ઘરે જવા દીધો હતો.માથા તેમજ શરીરની ઇજાઓ જોતા સિવિલમાં સારવાર અપાવી મમ્મી મને પ્રોબ્લેમ સોલ કરવા કોલેજ લઇ ગયેલી.બીએસસી બિલ્ડીગમાં વિદ્યાર્થીઓ,સિક્યુરીટીની હાજરીમાં સ્ટાફે ભેગા થઇને મને અને મારી મમ્મીને માર માર્યો હતો.અમે બહાર ના જઇએ તે માટે ધોકા લઇને લોકો ઉભા રહેલા જોઇ પોલીસ કંન્ટ્રોલ રૂમમા ફોન કરીને મદદ લીધી હતી.

વિદ્યાર્થીની માતા અને છાત્રએ પ્રોફેસરને માર્યો: PRO: કોલેજની વિદ્યાર્થિનીઓ અને મહિલા સ્ટાફને મેસેજ કરતો હોવાની ફરિયાદ મળતા પ્રોફેસરે વિદ્યાર્થીને કોલેજમા બોલાવ્યો હતો.અને તેને રસ્ટીગેટ કરવાની વાત કરતા તેને માફી માંગી હતી અને તેની મમ્મી સાથે પણ વાત કરાવી હતી.પરંતુ તેને ઘરે જઇને પોતાના બચાવમા મને વારંવાર મારતા હોવાનુ કહેતા તેની મમ્મી તેને લઇને કોલેજમા આવેલ.તેમને સમજાવેલ કે તમને જે ફરિયાદ હોય તે લખીને આપો.બેસીને લખી રહ્યા હતા ત્યારે સાયન્સ કોલેજનો ક્લાર્ક અહી આવતા જ છોકરાએ તેની માતાને કહ્યુ કે, આ પણ હતો .તેની મમ્મી અને તેની સાથેના અન્ય છોકરા પ્રોફેસરને મારવા લાગ્યા.ઝપાઝપીનો અવાજ સાંભળીને હુ બહાર આવી ક્લાર્કને બોલાવીને હજુ વાત કરૂ તે પહેલા જ અન્ય પ્રોફેસરો અહી આવતા છોકરાએ તેઓ પણ મારમારતા હોવાનુ કહેતા જ તેની મમ્મી બધાને મારમારતા જપાજપી થઇ હતી.અમારા ક્લાર્કને છોકરાની મમ્મીએ પાછળથી પકડી ફોટો પાડો અમે બળાત્કારની ફરિયાદ કરીશુ તેમ કહેલ.તેઓ કોલેજને કોઇપણ રીતે બદનામ કરવા માંગે છે.અમે પોલીસ બોલાવી હતી.સમગ્ર બનાવની તપાસમાં અમે કમિટિ બનાવી છે.તપાસ પછી આ મામલે નિર્ણય લેવાશે. ભિકેશભાઇ ( પીઆરઓ,ગણપત વિદ્યાલય)

Contribute Your Support by Sharing this News: