મહિલાની કારના દરવાજાનો કાચ તોડી 2.35 લાખની ચોરી કરી ફરાર : મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની કારમાંથી ચોર તત્વોએ ગાડીનો કાચ તોડી અંદર પડેલા રૂ. 2,25,000/- રોકડા તથા ફોન સહીત કપડાની બેગ ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. મહિલા તેના પીયરે આવી હતી ત્યારે આ ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે. જે આધારે બાવલુ પોલીસ સ્ટેશને આ મામલે ફરીયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?

 

અમદાવાદના સી.ટી.એમ.ના શીરોમણી બંગ્લોઝમાં રહેતી 30 વર્ષીય રોમાબેન વિરમકુમાર ગત 28 ડીસેમ્બરના રોજ તેમની હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો કાર(GJ-18-AM-6171) લઈ પોતાના પીયર વિનાયકપુરા ગામે ખાતે ગઈ હતી. જ્યા  એક દિવસ રોકાઈને પરત ઘરે ફરી રહી હતી ત્યારે વિનાયકપુરા ગામની સીમ પાસે તેમના પીતાના ખેતરમાં ટામેટાનુ વાવેતર કરેલુ હોઈ ત્યા રોડની સાઈનમા કાર પાર્ક કરી ખેતરમાં ગયા હતા. કારમાં તેમની સાથે તેમનો 4 વર્ષનો દિકરો તેમજ તેમની માતા સાથે હતા. જ્યારે પરત ફરીને જોયુ તો કારના દરવાજાના કાચ તુટેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, કારમાં પડેલા પર્સમાં 2,25,000/- રૂપીયા, વિવો તેમજ સેમસન્ગના બે ફોન તથા કપડાની બેગ કોઈ ઉઠાવી ગયુ હતુ. આ ચોરીની જાણ તેમને પોલીસને કરતા બાલવુ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ 379,427 મુજબ ગુનો દાખલ કરી આરોપીને શોધવા ચક્રો ગતીમાન કર્યા હતા.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.